રંગભૂમિના ઉપાસક
જયશંકર ‘સુંદરી’
રંગભૂમિના ઉપાસક
જયશંકરભાઇ ભુદરદાસ ભોજકનો જન્મ તા. ૩૦-૦૧-૧૮૯૮
નારોજ વિસનગર પાસેના ઊંઢાઇ નામના
ગામમાં થયો હતો. સંગીત અને કલાના સંસ્કારો એમને વારસામાં જ મળ્યા હતા.
કલકત્તાની ‘પારસી ઉર્દૂ નાટક મંડળી’ માં તેઓ જોડાયા. ત્યાં દાદાભાઇ થૂપી પાસેથી
અભિનયની તાલીમ મેળવી.ત્યારબાદ ‘મુંબઇ ગુજરાતી
નાટક મંડળી’ માં જોડાયા. તેમણે સૌ
પ્રથમ નાટક ‘સૌભાગ્ય સુંદરી’ માં
કામ કર્યું અને તેમનું ભાગ્ય ઝળકી ઊઠ્યું.
‘કૃષ્ણચરિત્ર’ માં રાધા તરીકે, ‘નૂરજહાં’ માં નૂરજહાં
તરીકે, ‘કામલતા’માં કામલતા તરીકે,’જુગલ-જુગારી’ નાટકમાં લલિતા તરીકે,’અજબકુમાર’ માં અજબકુમારી તરીકે અને ‘દેવકન્યા’માં દેવ કન્યા તરીકે વગેરે નાટકોમાં વિવિધ પ્રકારની સ્ત્રી ભૂમિકાઓ ભજવીને
જયશંકરભાઇએ પ્રેક્ષકોનો અનહદ પ્રેમ પ્રાપ્ત કર્યો.
ભારત સરકારે પણ
તેમને ‘ પદ્મ વિભૂષણ ’ એવોર્ડ દ્વ્રારા યોગ્ય
સન્માન કર્યં હતું. તેમનું અવસાન તારીખ ૨૨-૦૧-૧૯૭૫ નારોજ થયું હતું.
No comments:
Post a Comment