જીવ
રસાયણશાસ્ત્રી
ડૉ.હરગોવિંદ ખુરાના
જીવ રસાયણશાસ્ત્રી
ડૉ.હરગોવિંદ ખુરાનાનો જન્મ હાલના પાકિસ્તાનમાં આવેલા પંજાબના રાયપુર મુકામે થયો
હતો. પ્રથમથી જ તેઓ તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. એમ.એસ.સી. માં પણ તેઓએ પ્રથમ
સ્થાન મેળવ્યું હતું
લિવરપુલની
માંન્ચેસ્ટર યુનિવર્સિટીમાં વિજ્ઞાન વિષયમાં પી.એચ.ડી. થયા. તેમને યોગ્ય નોકરી ન
મળતા કૅનેડા ગયા. કેનેડાથી તેઓ અમેરિકા ગયા અને ત્યાં સ્થિર થયા.
તેમને જીન્સ
થિયરી અંગે સંશોધન કરવા બદલ અન્ય બે અમેરિકી વિજ્ઞાનીઓ સાથે સંયુક્ત રીતે ૧૯૬૮ ની
સાલમાં નૉબેલ પારિતોષિક આપવામાં આવ્યું.
ડી.એન.એ તથા આર.એન.એ. ના વિષ્લેષણ માટે તેમને ફરી નૉબેલ ઇનામ મળ્યું.
ભારત સરકારે
તેમને ‘ પદ્મભૂષણ ‘ ખિતાબ આપી
સન્માન કર્યુ.
કવિ ન્હાનાલાલ
રસ અને પુણ્યના કવિશ્વર, દલપતરામના સૌથી નાના પુત્ર ન્હાનાલા જન્મ અમદાવાદમાં થયો હતો.એમની સાહિત્યોપાસનાનો પ્રારંભ છઠ્ઠી અંગ્રેજીથી થયો જોવા મળે છે.
સૌરાષ્ટ્રની એજેન્સીના એ શિક્ષણાધિકારી નિમાયા હતા. સ્વમાની પ્રકૃતિએ એમને જાહેર જીવનથી દૂર રાખ્યા હતા. પ્રકાશ દ્રષ્ટિએ બાળ કાવ્યો,ગઝલ, રાસ, કથા કાવ્યો, મહાકાવ્યો, નવલકથાઓ. નાટકો અને ચરિત્ર ગ્રંથ તેમના સાહિત્યમાં સમાવિષ્ટ થાય છે. તેમના ઘણા ગીતો ગુજરાતી ભાષાની ઉત્તમ ગીત સમૃધ્ધિ છે. “ અમારો ગુણિયલ ગુર્જર પદેશ “ જેવી પ્રાસાદિક સ્તુતિથી ગુર્જરભૂમિનું ગુણગાન કરનાર કવિ ન્હાનાલાલ હતા. તેમણે જીવનના અંત ભાગમાં ‘હરિસંહિતા’ નામે એક મહા કાવ્ય લખવાનું શરૂ કર્યું. દરમિયાન તા.૯-૧-૧૯૪૬ ના રોજ કવિનો સ્વર્ગવાસ થયો.
No comments:
Post a Comment