Friday, 25 January 2013

મહાન વ્યક્તિઓનો પરિચય

અબ્રાહમ લિંકન
અમેરિકાના આ સોળમા પ્રમુખે અમાનવીય ગુલામી પ્રથા નાબૂદ કરી.
એટલી ક્લેમન્ટ
ઇંગ્લેન્ડના આ વડાપ્રધાનના સમયમાં સ્વાતંત્ર્યનું બિલ પસાર કર્યું.
એડમંડ હિલેરી
ન્યૂઝીલૅન્ડના પર્વતખેડું જેમણે સર્વોચ્ય શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું.
એરિસ્ટોટલ
ગ્રીસના મહાન ફિલસૂફ અને તત્વ ચિંતક ,પ્લેટોના શિષ્ય,સિકંદરના ગુરૂ.
કાર્લ માર્ક્સ
વિશ્વની સામ્યવાદી વિચાર આપનાર જર્મનીના મહાન તત્વચિંતક, દાસ કૅપિટલના સર્જક
ક્રિસ્ટોફર કોલંબસ
સ્પેઇનના આ મહાન સાગરખેડુએ જળમાર્ગ ક્યુબા, અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની શોધ કરી હતી.
કૉન્ફ્યુશિયસ
ચીનના સંતપુરુષ,  કૉન્ફ્યુશિયસ ધર્મના સ્થાપક
ખલિલ જિબ્રાન
લેબેનોનના વિશ્વવિખ્યાત ફિલસૂફ, રહસ્યવાદી કવિ,લેખક અને ચિત્રકાર
ખુશ્વોવ
સોવિયેટ સંઘના માજી સરમુખત્યાર,રાજનીતિજ્ઞ
ગેરી બાલ્ડી
પોપશાહીના જુલ્મી પંજામાંથી ઇટાલીને મુક્ત કરાવનાર ઇટાલીના ભાગ્ય વિધાતા
મિખાઇલ ગોર્બોચોવ
ગ્લાસનોસ્ત અને પેરેસ્ટોઇકા ની ઉદાર નીતિનો અમલ કરનાર રશિયાના એક વખતના સર્વેસર્વા
જ્યોર્જ વોશિગ્ટન
અમેરિકાને ઇગ્લેન્ડની સત્તામાંથી મુક્તિ અપાવનાર પ્રથમ પ્રમુખ
ઝૉન એફ કૅનેડી
અમેરિકાના મુત્સદીરાષ્ટ્ર પ્રમુખ,રંગભેદની નીતિના કારણે તેમનું ખૂન થયું હતું.
જીમી કાર્ટર
અમેરિકાના ઓગણચાળીસમા પ્રમુખ, ઉદાર માનવતાવાદી 
ટૉલ્સ્ટૉય
રશિયાના વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર, ફિલસૂફ અને તત્વચિંતક
ડી.વેલેરા
બ્રિટનની ઘૂંસરીમાંથી આયર્લેન્ડને મુક્ત કરાવનાર દેશભક્ત
ડૉ.સુનયાત સેન
ચીનને રાજાશાહીના આપખુદ પંજામાંથી મુક્ત કરાવનાર મુક્તિદાતા
દાગ હેમરશિલ્ડ
સ્વિડનના અગ્રણી અર્થશાસ્ત્રી, ઇ.સ. ૧૯૫૩ થી ૧૯૬૧ સુધી યુનોના મહામંત્રી
રિચાર્ડનિક્સન
અમેરિકાના સાડત્રીસમા પ્રમુખ,વૉટર ગેટ કૌભાંડના કારણે પ્રમુખપદછોડ્યું.
નેપોલિયન
વિશ્વવિજયના સ્વપ્ન સેવનાર મહાન ફ્રેંચ સેનાપતિ
નેલ્સન મંડેલા
૨૭ વર્ષ સુધી જેલમાં રહેલા દક્ષિણ આફ્રિકાના સ્વાતંત્ર્ય સેનાની
પ્લેટો
ગ્રીસના મહાન તત્વચિંતક, ગણિતશાસ્ત્રી, લેખક અને માનવતાના પુરસ્કર્તા
પ્રિન્સ બિસ્માર્ક
જર્મનીના સંખ્યાબંધ નાનાં રાજ્યોનું એકીકરણ કરી મહાન સામ્રાજ્ય સ્થાપ્યું.
માઓત્સે તુંગ
ચીનના મહાન ક્રાંતિકારીઅને સર્વોચ્ય નેતા
મેરિયા મોન્ટેસરી
ગમ્મત સાથે જ્ઞાન આપતી મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ દાખલ કરનાર
રોકફેલર
સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીના સ્થાપક,અમેરિકાના દાનેશ્વરી મૂડીપતિ
રોનાલ્ડ રેગન
અમેરિકાના ચાળીસમા પ્રમુખ અને ભૂતપૂર્વ અભિનેતા
રોમા રોલા
જગવિખ્યાત ફ્રેંચ લેખક અને મહાન વિચારક ગાંધીજીના પ્રશંસક
રુઝવેલ્ટ
અમેરિકાના બત્રીસમા પ્રમુખ,પ્રખરરાજનીતિજ્ઞ,અમેરિકાને મંદીમાંથી ઉગારનાર
રૂસો
ફ્રાન્સની રાજક્રાન્તિના પ્રણેતા, સમાનતા, બંધુતાઅને સ્વાતંત્ર્યના પુરસ્કર્તા
લેનિન
રશિયાના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી સેનાની, સામ્યવાદના ક્રાંતિકારી નેતા.
વિન્સટન ચર્ચિલ
બ્રિટનના મહાન રાજદ્વારી પુરુષ, દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને બચાવનાર
વિલિયમ શૅક્સપિયર
અંગ્રેજી ભાષાના મહાન કવિ અને જગતના શ્રેષ્ઠ નાટ્યકાર
સિકંદર
મેસેડોનિયાના જગવિખ્યાત મહત્વાકાંક્ષી રાજા, તેમણે અનેક દેશો પર ચઢાઇ કરી
સોક્રેટિસ
ગ્રીસના મહાન નીડર તત્વચિંતક અને સત્યનિષ્ઠ લેખક
સ્ટાલિન
લેનિનના મૃત્યુ બાદ સોવિયેટ સંઘના સરમુખ્ત્યાર


No comments: