ડૉ.
એસ.પી.રે ચૌધરી
ડૉ. એસ.પી.રે ચૌધરીનો
જન્મ ઇ.સ. ૧૯૦૪ ના એપ્રિલની ૨૩ મીએ બંગાળના પ્રસિધ્ધ શહેર કલકત્તામાં થયો હતો. તેઓ
નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. શાળા-કોલેજ શિક્ષણ દરમ્યાન અનેક શિષ્યવૃતિઓ અને
પદકો મેળવ્યાં છે. છેક કલકત્તા વિશ્વવિદ્યાલયમાં એમ.એસ.સી. થયા ત્યાં સુધી તેમના
અભ્યાસનો તમામ ખર્ચ તેમણે શિષ્યવૃતિમાંથી મેળવ્યો હતો.
કલકત્તા વિશ્વવિદ્યાલયમાં
એમ.એસ.સી. થયા બાદ તેઓ વિજ્ઞાનનાઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં લંડન
વિશ્વવિદ્યાલયની પી.એચ.ડી.ની પદવી હાંસલ કરી અને મા ભોમ ભારત પાછા ફર્યા. સ્વદેશ પાછા
ફર્યા બાદ તેઓ પ્રથમ કલકત્તા વિશ્વવિદ્યાલયમાં અને પછી ઢાકા વિશ્વવિદ્યાલયમાં
પ્રાધ્યાપક તરીકે જોડાયા.
તેમણે ભૌતિક શાસ્ત્રમાં માટી ( soil ) અંગે ઉત્તમ પ્રકારનીજાનકારી હાંસલ કરી હતી તેથી તેમને ભારતીય કૃષિ
સંસ્થામાં ભૂમિવિજ્ઞાની તરીકે નિયુક્તિ મળી.
આપણો ભારત દેશ ઘણું કરીને ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.
તેમણે
તેમણે ગરમ પ્રદેશની માટી માટે મહત્વનું સંશોધન કર્યું અને જમીનમાં રહેલા મિનરલો
પ્રમાણે જમીનનું વર્ગીકરણ કર્યું. કેવી જમીનમાં કેવા પાક લઇ શકાય તેની મહત્વની
જાણકારી કૃષિ સંસ્થાને આપી. તેમણે જુદી જુદી અનેક પ્રકારની માટી પર સંશોધન કર્યુ
પન લોહમિશ્રિત લાલ માટી પરનું તેમનું સંશોધન વિશેષ ધ્યાન ખેંચે તેવું છે.
તેઓ ભારતીય કૃષિ સંસ્થામાં ભૂમિ-મોજણીના
વડા તરીકે રહ્યા તેમના તે ક્ષેત્રના પ્રદાનોથી તેમને વ્યાપક પ્રશસ્તિ મળી. દરિયા
પારના દેશોએ પણ ભૂમિ-મોજણી બાબતે તેમનું માર્ગદર્શન લઇ તે પ્રમાણે પાક લઇ વધુ ઉપજ
પેદા કરેલી.
કૃષિ ક્ષેત્રે ભૂમિ-મોજણી દ્વારા આર્થિક
ક્રાંતિ સર્જનાર ડૉ. એસ.પી.રે ચૌધરી એ ભૂમિની ફળદ્રુપતા અંગે ભૂમિને કાટથી રક્ષવા
જેવી બાબતો ઉપર ૧૨૦ જેટલા મૌલિક સંશોધન લેખો પ્રસિધ્ધ કર્યા છે.
No comments:
Post a Comment