સ્વામી વિવેકાનંદ
શક્તિ અને સામર્થ્યનો
સંદેશ આપનાર ઋષિ સ્વામી વિવેકાનંદનો જન્મ તા. ૧૨-૦૧-૧૮૬૩ માં થયો હતો. બાળપણમાં
તોફાની અને લાગણીશીલ હતા. રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમની આધ્યાત્મિક જિજ્ઞાસા
પરિતૃપ્ત થઇ. શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં ધર્મધુરંધરોને મંત્રમુગ્ધ
કરી દેનાર સ્વામી વિવેકાનંદની સાચી શક્તિની
ઓળખ તો ત્યારપછી જ ભારતવાસીઓને થઇ. પોતાના
ગુરૂ રામકૃષ્ણની સ્મૃતિમાં “ શ્રી રામ્કૃષ્ણ મિશન “ ની સ્થાપના કર્યા બાદ, બ્રહ્મચારીઓની ગીતા, વેદાંતનો અભ્યાસ કરાવતા,. અહીંથી ‘ બ્રહ્મવાદિ ‘ ‘પ્રબુદ્ધ ભારત ‘ અને ‘ ઉદ્બબોધન ‘ નામના સામયિકો શરૂ કરાવ્યા. તેમનું સ્વાસ્થ્ય
હવે કથળવા લાગ્યું. છતાં ભગિની નિવેદિતા સાથે વિશ્વ પ્રવાસ કર્યો. બેલુરમાં બીજો
મઠ સ્થાપ્યો. રામકૃષ્ણ મઠને ‘ વિશ્વમઠ ‘ માં ફેરવ્યો. એક દિવસ પંચાંગ મંગાવી તેમણે
દિવસ નક્કી કર્યો. તે દિવસે મહાસમાધિમાં બેઠા, ને ધીરે ધીરે
તેમાં જ લીન થઇ ગયા. (ઊઠો, જાગો અને અટક્યા વગર ધ્યેય સુધી પહોંચો ) એ
સૂત્રને પોતાના વાણી અને વર્તન દ્વારા ચરીતાર્થ કરી બતાવ્યું.
No comments:
Post a Comment