બારીન્દ્રકુમાર
ઘોષ
ગુજરાતમાં
ક્રાંતિકારીઓની મંડલી ઊભી કરનાર બારીન્દ્રકુમાર ઘોષનો જન્મ તા.૫-૧-૧૮૮૦ ના રોજ
ઇંગ્લેન્ડમાં થયો હતો. સર્વશ્રી અરવિંદ અને બારીન્દ્રકુમાર ઘોષ બંને ભાઇ જનમ્યા
હતા તો ઇંગ્લેન્ડના ખોળે. એટલું જ નહીં, પણ પાશ્વાત્ય
સંસ્કારોની એ બાંધવ બેલડી પર ઘેરી અસર હતી.
ટ્રેનમાં બોંબ
ફોડવા સબબ બારીન્દ્રકુમાર ઘોષની ધરપકડ થઇ અને તેમને કાળાપાણીની સજા કરવામાં આવી.
થોડા નવા સુધારા આવ્યા. અને બારીન્દ્રકુમાર ઘોષને જેલમુક્તિ મળી. પછીથી તેમણે
પત્રોનું તંત્રીપદ સંભાળ્યું. ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કરય્ય પછી
બારીન્દ્રકુમાર ઘોષે “બિજલી”પત્ર શરૂ
કર્યું. જીવનભર દેશ કાર્ય કરતાં બારીન્દ્રકુમાર ઘોષ ૭૯ વર્ષની જૈફ વયે હ્ર્દય રોગના
હુમલાથી અવસાન પામ્યા.
No comments:
Post a Comment