નેતાજી સુભાષચંદ્ર બોઝ
સ્વાતંત્ર્યના અણનમ યોદ્ધા, ચૈતન્યનો મહા ધોધ
એટલે સુભાષચંદ્ર બોઝ. તેમનો જન્મ તા. ૨૩-૦૧-૧૮૯૭ ના રોજ બંગાળના એક ગામમાં થયો
હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી હતા. આઇ.સી.એસ.ની પરીક્ષા ઉતીર્ણ
કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. દેશબંધુએ સુભાષબાબુને બંગાળ રાષ્ટ્રીય
વિદ્યાપીઠના આચાર્ય તરીકે મૂક્યા. સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા. આ
નજરકેદમાંથી છટકીને ભાગી જઇ માતૃભૂમિને આઝાદ કરવા તેઓ થનગની રહ્યા હતા. જાપાનમાં
રહેતા શ્રી રાસબિહારી બોઝે સ્વંય નિવૃતિ લઇ ‘આઝાદહિંદ ફોજ’ નું સુકાન સુભાષબાબુને
સોંપ્યું.તેમણે આકાશવાણી પર આપેલા ‘ ચલો દિલ્હી ‘ અને ‘ જય હિંદ ‘ ના સૂત્રો દેશભરમાં
ગૂંજી રહ્યાં. બર્લિનમાં હિટલરે એમનું જાહેર સ્વાગત કર્યું. હિંદના ‘ સરનશીન ‘
તરીકે ઓળખાવ્યા. સુભાષબાબુ સિંગાપુરથી
સાયચીન પહોંચ્યા તે પછીની વિમાનયાત્રા અને ઘટનાઓ પર રહસ્યનું ધુમ્મસ આજદિન સુધી
છવાયેલું છે. ૨૦ મી ઑગસ્ટ ૧૯૪૫ ના રોજ આ અણનમ યોદ્ધાને આખરી સલામ આપવામાં
આવી.
No comments:
Post a Comment