ડૉ.એસ. એસ. જોશી
ડૉ.એસ. એસ. જોશીનો
જન્મ ઇ.સ. ૧૮૯૮ ના ઑક્ટોબરની ૧૬ મી તારીખે થયો હતો. તેઓ બાળપણથી જ તેજસ્વી અને વૈજ્ઞાનિક
અભિગમ ધરાવતા વિદ્યાર્થી હતા. તેમણે રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં અંત્યત રૂચિ
હતી. એટલે તેમણે વિજ્ઞાનના સ્નાતક થવાનું વિચાર્યું.
તેઓ મુંબઇ વિશ્વવિદ્યાલયની સંલગ્ન કૉલેજમાં
વિજ્ઞાનના અભ્યાસક્રમમાં દાખલ થયા.ઇ.સ. ૧૯૨૧ માં તેમણે બી.એસ.સી ની પરીક્ષા ઉચ્ચ ગુણો સાથે પસાર
કરી. તે અરસામાં વારણસીનું બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય વિજ્ઞાન ક્ષેત્રે દેશભરમાં ખ્યાતનામ
હતું. આથી તેઓ ત્યાં એમ. એસ.સી ના અભ્યાસક્રમમાં જોડાયા.
આ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ થવાથી વધુ અભ્યાસ માટે પરદેશ જવાનો તેમનો માર્ગ મોકળો
થયો.
ઉચ્ચતમ અભ્યાસ માટે તેઓ લંડન ગયા ત્યાં તેમણે વિજ્ઞાનમાં પી.એચ.ડી ની ઉપાધિ
મેળવી સ્વદેશ પાચા ફરી તેઓ વારાણસીના વિશ્વવિદ્યાલયમાં પ્રધ્યાપક તરીકે જોડાયા. પાછળથી
તેઓ આ સંસ્થાના વડા તરીકે પણ વરાયા. નોકરીની સાથે તેમણે સંશોધન ક્ષેત્રે કામગીરી શરૂ
કરી, અને રસાયણશાસ્ત્રમાં તેમણે કરેલા સંશોધનથી તેમને
દેશ-વિદેશમાં બહોળી પ્રશસ્તિ મળી. વધુ સંશોધન માટે તેમણે યુરોપનો વ્યાપક પ્રવાસ પણ
કર્યો. રસાયણશાસ્ત્રમાં તેમનું મહત્વનું પ્રદાન કોલાઇડ-વિદ્યુત રસાયણ તથા પ્રકાશ
રસાયણક્ષેત્રે રહેલું છે. તેમણે કુલ ૩૦૦ જેટલા સંશોધન લેખો પ્રસિધ્ધ કરેલા છે.
તેમણે પરાપૂર્વ વિદ્યુત ભઠ્ઠીમાં ઘણા સુધારા-વધારા
કરી નવીન વિદ્યુત ભઠ્ઠીની રચના કરી જે આજે મહદઅંશે વપરાય છે. આ ઉપરાંત તેમણે પૉટેશિયમ
ડાઇક્રોમેટ અને એસિટિક એન્હાઇડ્રાઇડ બનાવવાની વધુ કાર્યક્ષમ નવી રીતો પણ વિકસાવી. ડૉ.એસ.એસ.જોશીએ
‘ જોશી ઇફેક્ટ ‘ નામે અતિ મહત્વની
શોધ કરી. જે આજે રસાયણ વિજ્ઞાનની જટિલ સમસ્યાના
ઉકેલ માટે ચાવી રૂપ છે.
No comments:
Post a Comment