ડૉ.રાજા રામન્ના
ડૉ.રાજા રામન્નાનો જન્મ ઇ.સ. ૧૯૨૫ ની ૨૮ મી
જાન્યુઆરીએ થયો હતો. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ બૅંગ્લોરમાં કર્યો અને ઉચ્ચ
અભ્યાસ માટે તેઓ ઇંગ્લૅન્ડ ગયા.તેમણે લંડનના વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટની પદવી
પ્રાપ્ત કરી.[.સ. ૧૯૪૯ માં તેઓ ટાટા ફન્ડામેન્ટલ રિસર્ચ સેન્ટરમાં જોડાયા. ત્યારબાદ
તેઓ ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં ન્યુક્લિયર ફિજિક્સ વિભાગના વડા તરીકે જોડાયા.
ઇ.સ. ૧૯૬૬ માં ડૉ.હોમી ભાભા ના મૃત્યુ બાદ તેમણે દેશમાં ન્યુક્લિયર પાવર
પોટેન્શિયલ ઊભું કરવાની જવાબદારી માથે લીધી.
પોખરણ ખાતેનો અણુ પ્રયોગ એ તેમનો પ્રકલ્પ હતો.
અગાઉ જે કામ માટે ડાયનેમાઇટ વપરાતો. ત્યાં તેમણે અણુશક્તિ વાપરવાનું વિચાર્યું, અને તે પણ કોઇ પણ જાતની આડઅસર વિના. વધુમાં
લાંબા ગાળે તે ડાયનામાઇટ કરતાં સસ્તું પડે છે. આ અખતરો ખરેખર શાંતિમય હેતુઓ માટે
પણ અણુશક્તિ વાપરી શકાય એ માટે પ્રથમ ડગ સમાન હતો.
તેમનું મહત્વનું પ્રદાન
ન્યુક્લિયર વિભાજન ક્ષેત્રે છે. તેમણે નવા સિદ્ધાંતની રચના કરી સમજાવ્યું કે, ભારે ન્યુક્લિયસ વિભાજન પામી
શક્તિશાળી અણુ રૅડિયેશન ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત પ્રાચીન
ભારતીય ફિલોસોફીમાં પણ તેમને ઊંડી દિલચશ્પી છે.
ઇ.સ. ૧૯૭૪ ના અઢારમી મે એ ભારતે
રાજસ્થાનના રણવિસ્તાર પોખરણમાં પ્રથમ અણુ અખતરો કર્યો ત્યારે વિશ્વ સ્તબ્ધ થઇ ગયું.
આ સિધ્ધિની યશગાથા ડૉ.રાજા રામન્ના અને તેમના સાથીઓના શિરે જાય છે.તેટલા જ યશસ્વી
ભાગીદર ડૉ. હોમી ભાભા પણ છે કે જેમણે અણુ કાર્યક્રમનો પાયો નાખેલો.
અનેક
પુરુસ્કારો પ્રાપ્ત કરી ચુકેલા ભારતના આ મહાન વિજ્ઞાનીની સરકારે પણ કદર કરી જ છે.
No comments:
Post a Comment