સસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્યના પ્રકાશન
પાછળા જેમની પ્રેરણા સદાય સૌને માર્ગદર્શક બની રહે છે તેવા ભિક્ષુ અખંડાનંદનો જન્મ
બોરસદ ગામે થયો હતો તેમના પૂર્વાશ્રમનું
નામ લલ્લુભાઇ ઠક્કર હતું. અભ્યાસ દરમિયાન નાની કવિતાઓ લખવાનો ચસકો લાગ્યો. માહાશિવરાત્રીના
દિવસે શાંકર સંપ્રદાયની વિધી મુજબ તેમણે સંન્યાસ દિક્ષા લીધી. એ જમાનામાં સારા
પુસ્તકોબહુ મોંઘા મળતા અને ભાષાકીય દષ્ટિએ પણ ભારેખમ. આ બધા અવલોકનો પછી એમણે
“સસ્તું સાહિત્ય” શરૂ કર્યું.
“અખંડાનંદ”
સામયિકેગુજરાતનું સંસ્કાર ઘડતર કર્યુંછે. તા. ૪-૧-૧૯૪૨ ના રોજ વહેલી સવારે સ્વામીજી આ દુનિયામાંથી ખસી
ગયા.
લૂઇ બ્રઇલનો જન્મ
ફ્રાંસ દેશના પેરિસ શહેરથી ૪૮ કિ.મી. દૂર આવેલા કુગે નામના એક ગામમાં થયો હતોચાર
વર્ષની ઉંમરે લૂઇ પિતાની દુકાનમાં લોઢાની અણીદાર સોય વડે રમતા હતા. અચાનક સોય ડાબી
આંખમાં ઘૂસી ગઇ.લૂઇ એક આંખે અંધ બન્યા એ
આંખનો ચેપ બીજી આંખમાં લાગતાં બીજી આંખની દષ્ટિ પણ ચાલી ગઇ. આમ લૂઇ બ્રઇલ નાનપણથી અંધ બન્યા.
તેમને વાંચનનો
શોખ હતો. તેને લીધે તેમણે વિચાર્યું કે મારા જેવા અંધ ભાઇ-બહેનો વાંચી શકે તેવી
લિપિ બનાવવી જોઇએ. આલિપિ મત્ર છ ટપકા પર રચાયેલી છે. છ ટપકાની ચોક્કસ ગોઠવણીથી આખી
એબીસીડી લખી શકાય છે.
એમણે અંધજનો માટે
જે લિપિ તૈયાર કરી તે “બ્રેઇલ લિપિ” તરીકે જાણીતી થઇ. આજે અંધજનો માટે ઘણા પુસ્તકો
બ્રઇલ લિપિમાં જોવા મળે છે.
લૂઇ બ્રઇલનું અવસાન તા.૨૩-૨-૧૮૫૨ ના રોજ થયું હતું.
No comments:
Post a Comment