આર્યભટ્ટ
ઇ. સ.
૪૯૯ ની ૨૧ મી માર્ચનો દિવસ. નાલંદા વિશ્વવિદ્યાલયની વેધશાળા પાસે ખગોળશાસ્ત્રના
અભ્યાસ માતે નવી શાળાના ખાતમુહુર્તની હવનક્રિયા ચાલતી હતી. પૂજાવિધિ પત્યા બાદ
યજ્ઞ –બ્રાહ્મણો ૨૩ વર્ષના યુવાન ખગોળશસ્ત્રીએ કલમ ઉપર પવિત્ર પાણી છાંટયું,
શ્લોક ઉચ્ચાર્યા, અને માથા ઉપર તપતા સૂર્ય સામે જોયું. તેમણે
કલમ લઇને ગંથ ઉપર પ્રથમ અક્ષર લખ્યો. પછી મંત્રોચ્ચાર સાથે આ યુવાન ખગોળશાસ્ત્રી
પર પુષ્પવર્ષા કરી. આ યુવાન ખગોળશાસ્ત્રીનું નામ આર્યાભટ્ટ અને તેમણે લખેલો ગંથ
એટલે ‘આર્યભાટીય’ . તેમનો જન્મ ઇ. સ.
૪૭૬ માં કેરાલામાં થયો હતો. એ વખતનાં વિદ્યાજગતના મહાકેંદ્ર સમા નાલંદા વિશ્વ
વિધ્યાલયમાં તેમણે અભ્યાસ કર્યો અને પછીથી તેમના ગ્રંથ ‘આર્યાભાટીય’ ને ચોમેરથી સ્વિકૃતિ મળતાં , બુધ્ધગુપ્ત નામના
રાજવીએ તેમને વિશ્વવિદ્યાલયના વડા તરીકે નીમ્યા.
પ્રૂથ્વી ગોળ છે.અને તેની ધરી પર ફરે છે
એવું સૌ પ્રથમ અનુમાન કરનાર આર્યભટ્ટ હતા, વળી તેમણે જાહેર કરેલું કે, ‘ચંદ્ર કાળો છે અને તે સૂર્યપ્રકાશમાં જ પ્રકાશિત
થાય છે. રાહુ નામનો ગ્રહ સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે તેથી સૂર્યગ્રહણ અને
ચંદ્રગ્રહણ થાય છે’. એવા હિંદુ ધર્મશાસ્ત્રોનાં લખાસણોને ખોટા
ઠેરવીને એમણે જહેર કર્યુ કે ‘આ સર્વે ગ્રહણો પ્રુથ્વી અને
ચંદ્રના પડછાયાથી થાય છે.’ ખગોળશાસ્ત્ર ઉપરાંત ગણિતક્ષેત્રમાં
પણ તેમનું પ્રદાન બહુમૂલ્ય રહ્યું. તેમણે સૌ પ્રથમ પાઇ (π) ની
કિંમત ૩.૧૪૧૬ નક્કી કરી આપી અને સૌ પ્રથમ સાઇન
(sine) નાં કોષ્ટકો પણ તેમણે જા આપ્યાં. જટિલ ગણિતીય
સમીકરણોના ઉકેલ માટે તેમણે સમીકરણ આપ્યું, જે વિશ્વભરમાં
જાણીતું બન્યું.
૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ જેવા મોટા
આંકડાઓ બોલવા માતે તેમણે નવી પધ્ધતિ વિકસાવી. તેમનો ગ્રંથ ‘આર્યભાટીય’સમજવામાં થોડો અઘરો હોવા છતાં સંપૂર્ણ ગ્રંથ છે. તેમાં
ગણિતની અનેક બાબતો જેવી કે, ભૂમિતિ, વર્ગમૂળ, ઘનમૂળ, ઉપરાંત ખગોળશાસ્ત્રની ગણતરીઓ અને અવકાશક્ષેત્રની
નોંધો છે. વૃધ્ધાવસ્થામાં આર્યભટ્ટે ‘આર્યાભટ્ટસિધ્ધાંત’ નામનો બીજો ગ્રંથ લખ્યો.
આજે
પણ હિંદુપંચાંગ તૈયાર કરવામાં આર્યભટ્ટનો ગ્રંથ ઉપયોગમાં લેવાય છે. ખગોળશાસ્ત્ર
અને ગણિતશસ્ત્ર બંને ક્ષેત્રમાંનાં તેમનાં પ્રદાનોની યાદગીરી માટે ભારતના પ્રથમ
ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખવામાં આવ્યું.
No comments:
Post a Comment