વીર રામમૂર્તિ
અજોડ આત્મબળથી
અંગબળ મેળવનાર રામમૂર્તિ જન્મ વખતે બહુ જ
કમજોર હતા.શરીર નિર્બળ પણ કલ્પના ઘણી સમર્થ. ભારતના વીર પુરૂષોનાં ચરિત્રોથી એમનું
અંતર ધબકતું હતું. એમણે કસરત કરવાની શરૂ કરી. રાત્રે સ્વપ્ન પણ કુસ્તીના આવે. મા
બાળકનું આ પરિવર્તન જોઇ રહી. સોળ વર્ષની વયે એ એટલા જોરાવર બન્યા કે નાળિયેરના
ઝાડને જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ
નાળિયેર પડવા લાગે. ધ્રાંગધ્રામાં અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચ્ચીસ
હોર્સ પાવરની ૧૧૨ કિલોમીટરની ઝડપે જતી
મોટર એક, બે વાર નહીં પરંતુ સતત તેર વખત રોકી. સૌ કોઇએ
આ આધુનિક યુગના ભીમસેનની કદર કરી. અનેક ઇનામોથી તેમને નવાજવામાં આવ્યા. ‘દેહમાં તાકાત તો દેશમાં તાકાત’ એમના સંદેશે દેશના તરૂણોમાં નવચેતનનો સંચાર
કર્યો. તા.-૨૦-૦૧-૧૯૩૮ ના રોજ રામમૂર્તિનું અવસાન થયું. તેઓ કહેતા : ‘’ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો
ભોગવવાનો જ નહીં, એકાગ્રતા અને અજેય મનોબળ
એ મારા વિજયની ચાવી છે.’’
No comments:
Post a Comment