એમ.જી.કે.મેનન
મામ્બીલીકાલાથીલા
ગોવિંદકુમાર મેનનનો જન્મ ઇ.સ. ૧૯૨૮ ની ૨૮ મી ઑગસ્ટે કર્ણાટક રાજ્યના મૅંગ્લોર
શહેરમાં એક જજને ત્યાં થયો હતો. બાળપણથી જ તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને
તેમનો પ્રથમ પ્રેમ વિજ્ઞાન પ્રત્યે જ હતો.ભારતમાં અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનના
ઉચ્ચ અભ્યાસ અર્થે તેઓ ઈંગ્લૅન્ડ ગયા. ઇ.સ. ૧૯૪૯ માં તેઓ ત્યાંના બ્રિસ્ટલ
વિશ્વવિદ્યાલયમાં જોડાયા. ત્યાં તેમણે જાણીતા વિજ્ઞાની સી.એફ.પોવેલના માર્ગદર્શન
નીચે સંશોધનકાર્ય આરંભ્યું.
ઇ.સ. ૧૯૫૫ માં તેઓ ભારત પાછા ફર્યા અને
ટાટા ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયા. ત્યાં તેમણે ઘણી ઊંચાઇએ કૉસમિક કિરણોપર સંશોધન
કાર્ય કર્યું. એથી વિરુધ્ધ તેમણે કોલર સોનાની ખાણનો ઘણે ઊંડે જઇ અભ્યાસ કર્યો. આ
સંશોધનથી તેઓ પ્રથમ હરોળના ભૌતિક્શાસ્ત્રી
તરીકેપ્રસિધ્ધિ પામ્યા. આ સમય દરમ્યાન હોમી જહાંગીર ભાભા તેમના વિશ્વાસુ સાથી –માર્ગદર્શક
રહ્યાં હતા.
ભૌતિકશાસ્ત્રમાં
મહત્વના સંશોધનોને લીધે તેમણેઅનેક માંપત્રો અને ચંદ્રકો મેળવ્યા. ઇ.સ. ૧૯૬૦ માં
દેશમાં જાણીતો એવો એસ.એસ.ભટનાગર એવો એવોર્ડ તેમને મળ્યો.
ઇ.સ.
૧૯૭૦ માં તેઓ રૉયલ સોસાયટીમાં ફેલો તરીકે ચૂંટાયા. સંશોધન ઉપરાંત તેઓ ચિત્રકળા,શિલ્પશાસ્ત્ર
અને બગીચા પ્રત્યે રુચિ ધરાવે છે.
ઇ.સ.
૧૯૮૬ માં તેમની વડાપ્રધાનના વિજ્ઞાનક્ષેત્રના સલાહકાર તરીકે નિમણૂક થઇ. ઇ.સ. ૧૯૮૯
માં યોજાયેલી સંસદની સામાન્ય ચૂંટણીમાં તેઓ રાજસ્થાનમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં.અને તેઓએ
ભારતના મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિજ્ઞાન અને ટૅકનોલૉજીનો
સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો.
No comments:
Post a Comment