Sunday, 13 January 2013

ડૉ.ડી. એસ. કોઠારી


ડૉ.ડી. એસ. કોઠારી
              ડૉ. દોલતસિંહ કોઠારીનો જન્મ રાજસ્થાન રાજ્યના રમણિય શહેર ઉદેપુરમાં ઇ.સ. ૧૯૦૬ માં એક સંસ્કારી ખાનદાનમાં થયેલો. પ્રારંભથી જ તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. વિજ્ઞાનના વિષયોમાં તેમને ખાસ અભિરૂચિ હતી. તેઓ વિજ્ઞાનના વિષયો સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયા અને વધુ અભ્યાસ માટે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં જોડાયા. બે વર્ષ બાદ તેમણે ઉચ્ચ ગુણો સાથે એમ.એસ.સી ની ઉપાધી હાંસલ કરી.
        આટલા અભ્યાસથી સંતોષ ના રહેતાં તેઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં તેઓએ પી.એચ.ડી કરવા પ્રવેશ મેળવ્યો. કેટલાક સંશોધાત્મક અભ્યાસ બાદ તેમણે પદાર્થ વિજ્ઞાનમાં પી.એચ.ડી ની ઉપાધી હાંસલ કરી અને ત્યાં જ વધુ સંશોધનમાં લાગી ગયા.
          ત્યાં તેમણે પદાર્થ વિજ્ઞાનના હાર્દ સમા વિષય થર્મોડાયનેમિક્સમાં અગત્યના સંશોધન કર્યા. ખાસ કરીને તેમણેગરમીની ગતિનેઆંકદાકીય સ્વરૂપ આપવાના ક્ષેત્રમાં કાર્ય સિદ્ધિ મેળવી. તેમણેઅણુ પર દબાણ આપી તેનું વિભાજન કરી બતાવ્યું. આથી પદાર્થ  વિજ્ઞાનમાં અણુ સંશોધનનો માર્ગ વધુ મોકળો બન્યો. આ ઉપરા6ત પણ તેઓએ પદાર્થ વિજ્ઞાનમાં અનેક શોધો કરી એક જાણીતા પદાર્થ વિજ્ઞાની તરીકે સ્વદેશ પાછા ફર્યા.    
       ભારત પાછા  ફરતાં જ તેમને દિલ્હીવિશ્વવિદ્યાલયના પદાર્થ વિજ્ઞાનના વડા અધ્યાપક તરીકે જવાબદારી સોંપાઇ. અહી%તેમની શ્રેષ્ઠ સેવાઓને ધ્યાનમાં લઇને સરકારે તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પદે નિમ્યા.ઇ.સ. ૧૯૬૧ સુધી તેમણે આ હોદ્દો સંભાળ્યો. બાદમાં તેમણે ઇન્ડિયન સાયન્સ
કોંગ્રેસના પ્રમુખ તરીકે અમૂલ્ય સેવા આપી.
         પદાર્થ વિજ્ઞાન સાથે સંકળાયેલી દેશ-વિદેશની અનેક સંસ્થાઓ ના સભાસદ રહી ચુકેલા આ મહાન વિજ્ઞાની પાસે અનેક પુરસ્કાર સાથે ઇ.સ. ૧૯૬૨ માં સરકારે અર્પણ કરેલો પદ્મ વિભૂષણ નો પણ ખિતાબ છે. 

No comments: