Tuesday, 8 January 2013

ડૉ. ગંડાસિંહ ચિમા



ડૉ. ગંડાસિંહ ચિમા
       ગંડાસિંહ ચિમાનો જન્મ પંજાબના શિયાલકોટ ( હાલ પાકિસ્તાન ) જિલ્લાના એક ગામમાં  ધર્મચુસ્ત શીખ ખેડૂત કુટુંબમાં થયો હતો. ઇ.સ. ૧૯૧૭ માં કૃષિવિજ્ઞાનમાં તેઓ પ્રથમ વર્ગમાં એમ.એસ.સી થયા.
   વિદ્યાર્થી તરીકેની ઉજ્જ્વળ કારકિર્દિથી પ્રભાવિત થયેલા. ભારત સરકારના ઇકોનોમિક બોટનિસ્ટ ડૉ બર્નેએ ભલામણ કરતાં તેઓ વધુ અભ્યાસ અર્થે ઇગ્લૅન્ડ ગયા. ત્યાં ફળવંતા વૃક્ષોનો વિકાસ અને નવાં નવાં ફળોની સંસ્કાર સૃષ્ટિ પર સંશોધન કરી ડી.એસ.સી. ( ડૉક્ટર ઑફ સાયન્સ ) ની પદવી મેળવી.સ્વદેશ પાછા ફર્યા કે તરત તેમને પંજાબના મૉટગૉમરી જીલ્લામાં ૩૦૦ એકર જમીનમાં લીંબુ, નારંગી, સંતરા, મોસંબી, માલ્ટાં, ગ્રેઇપ ફ્રુટ જેવા લીંબુ જાતિના ફળોના વાવેતર-વિકાસનું કામ સોંપાયું.એમાં તેમનાકર્મકૌશલ્યેથી પ્રભાવિત થઇને ઇ.સ. ૧૯૨૧ માં છેક લંડનથી મુંબઇ સરકારના હૉલ્ટિકલ્ચરિસ્ટ (ફળ સંસ્કાર વિજ્ઞાન ) તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. અને પૂણે ખાતે તેમણે ખેતીવાડી કૉલેજના આચાર્ય-પ્રધ્યાપક અને પછી ખેતીવાડી ખાતાના સંચાલક તરીકે યશસ્વી કામગીરી બજાવી.એ સમગ્ર સેવાને સરકારે સી.આઇ.ઇ. નો ખિતાબ આપી નવાજી.
          પૂણેમાં થતા ફળોને લાંબો સમય જાળવી રાખવા તેમેણે કોલ્ડસ્ટોરેજની યોજના વિચારી અને મુંબઇ સિડન હામ કૉલેજમાં એના પ્રયોગ કરીને ઇ.સ. ૧૯૩૧ માં ઇમ્પિરિયલ  સેન્ટ્રલ રિસર્ચ જર્નલ માં એ અંગે શોધ નિબંધ પ્રગટ કરેલો જેના પરથી તેમને ઇમ્પિરિયલ માર્કેટિંગ બોર્ડ તરફથી ફરીથી ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા.ત્યાં તેમણે પ્રયોગો કરી સંપૂર્ણ સિધ્ધિ મેળવતાં ઇ.સ. ૧૯૩૨ માં તેમને હાર્બિન્જર ઓર પેરિશેબલ ફ્રૂટ્સ ( નાશવંત ફળોના અગ્રચારી રક્ષક ) નું બિરુદ મળ્યું.
        તેમના પ્રયત્નો અને પ્રયોગોથી ઇટાલિયન લીંબુ,ગ્રેઇપ ફ્રુટ,બરસાઇ કેળાં,વૉશિગ્ટન પપૈયા,વૉશિગ્ટન નેવલ નારંગી,એવોકેડો જેવાં પાશ્વાત્ય ફળોના વાવેતર ભારતમાં શક્ય બન્યા.
   તેમણે ચંપાની ઇંદિરા ચંપા નામની નવી જાત તૈયાર કરી જેમાં એક સાથે ગુલાબી, પીળા અને સફેદ એમ ત્રણ રંગના ફૂલ આવે છે. આ ઉપરાંત તેમણે અંત્યત મીઠી અને બીજ વગરની ચીમા સાહેબી દ્રાક્ષ તૈયાર કરી, જે આજે આખો દેશ મોજથી આરોગે છે.
        ઇ.સ. ૧૯૭૨ ના ફેબ્રુઆરીમાં મૃત્યુ પામનાર ડૉ. ગંડાસિંહ ચીમાને ભારતીયો વિવિધ ફૂલોનું સૌંદર્ય અને ફ્ળોની મીઠાશ માણતા હંમેશા યાદ કરશે.  

No comments: