૩ જી જાન્યુઆરી
ગુજરાતી કવિતામાં માધુર્ય અને લાલીત્યનો સાક્ષાત્કાર
કરાવનાર વેણીભાઇ પુરોહિતનો જન્મ જામખંભાળિયા મુકામે ઇ.સ. ૧૯૧૬ માં થયો હતો.અભ્યાસ
દરમિયાન જ કવિતા લખવાની શરૂઆત કરી હતી. અનેક પત્રો અને સંસ્થાઓ સાથે સક્રિય રીતે
જોડાયેલા હતા.આઝાદી આંદોલનોમાં ભાગ લેવા બદલ એમને જેલમાં પણ જવું પડ્યું હતું.
એમના “દીપ્તી”કાવ્યસંગ્રહ અને “જોઇતારામની જડીબુટ્ટી” બાળસાહિત્યએ પારિતોષિક અને ટ્રોફી પણ મેળવ્યા
હતા. તા. ૩-૧-૧૯૮૦ ના રોજ ‘ જન્મભૂમિ’ કર્યાલયમાં તેઓ લખતા હતા, એકાએક
હાર્ટએટેક આવ્યો અને પોતાની કલમ એમણે સદાને માટે બંધ કરી દીધી.
No comments:
Post a Comment