સર વિલિયમ
રોધેન્સ્ટાઇન
ભારતની કલા
સંસ્કૃતિના સક્રિય પુરસ્કર્તા સર વિલિયમ રોધેન્સ્ટાઇનનો જન્મ ૨૯-૦૧-૧૮૭૨ ના રોજ
ઇંગ્લેન્ડના એક ગામમાં થયો હતો.તેમણે આત્મ કથાનાત્મક ત્રણ સચિત્ર ગ્રંથો બહાર
પાડ્યા છે. ઇંગ્લેન્ડની પાર્લામૅન્ટના ‘હાઉસ ઓફ કોમન્સ’માં ‘જહાંગીરના દરબારમાં
સર ટોમસ રો ની મુલાકાત’ એ સૌથી મોટું
અને ભવ્ય ભીંત ચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે. તેમના શુભ પ્રયાસથી જ સ્વ.
રવિન્દ્રનાથ ટાગોરનો ‘ગીતાંજલી’ કાવ્યસંગ્રહ પહેલીવાર ઇન્ડીયા સોસાયટી માટે
પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અને તેને જગ પ્રસિદ્ધ નોબલ પારિતોષિક પ્રાપ્ત થયુ હતું .
No comments:
Post a Comment