કન્યાને વિદાય
પ્રસંગે
.......................
મૈયા માતાની
શિખામણ
વ્યવસ્થા એજ ઘરની શોભ.
સંતુષ્ટ “ સ્ત્રી “ એજ ઘરની લક્ષ્મી.
આતિથ્ય એજ ઘરનો વૈભવ.
સમાધાન એજ ઘરનું સુખ.
ધાર્મિકતા એજ ઘરનું શિખર.
પુત્રીને સાસરે વળાવતી વખતે માતાએ શિખામણ રૂપે
આપેલ અમૂલ્ય કરિયાવર.
પુત્રી આજ દિન સુધી તેં મારી અને તારા પિતાની આજ્ઞા પાળી છે. તેવી જ રીતે
તારા સાસુ-સસરાની આજ્ઞનું પાલન કરજે. તેમની સાથે હંમેશા વિનય અને સહનશીલતાથી
વર્તજે . લગ્ન પછી તારા પતિ એજ તારા સ્વામી થશે. તેમની સાથે સદા નમ્રતાપૂર્વક
વર્તજે. પતિની આજ્ઞા નું પાલન કરવું એ સ્ત્રીનો ઉત્તમ ધર્મ અને ગુણ છે. પતિ કાંઇ
અયોગ્ય કામ કરે તો ગુસ્સો નહિ કરતાં ધીરજ ધરી મૌન રહેજો, જ્યારે તે
શાંત થાય ત્યારે નમ્રતાથી ખોટું ન લાગે તે રીતે સમજાવજે..
સાસરીયા માં કોઇની સાથે અણબનાવ કે રીશ કરીશ
નહી. નહિ તો પતિનો પ્રેમ ગુમાવી બેસવાનો પ્રશ્ન
ઉપસ્થિત થશે.
ઘરકામ કરવામાં કદી આળસ કરીશ નહિ, તેમજ તેમાં નાનમ માનીશ નહિ, રસોઇ કરવામાં કાળજી રાખજે.જેથી તું
દરેકની પ્રિતી પ્રાપ્ત કરીશ.કદી જૂઠું બોલીશા નહિ,કોઇની સાથે તોછડાઇથી
બોલીશ નહિ,પડોશીઓની નિંદા નહિ કરતાં દરેક ની સાથે હળી મળીને
રહેજે. વડીલોને વિનયથી અને નાનેરાઓને હેતથી જીતી લેજે.
ઘરના વૈભવ માટે કે તારા માટે દેખા-દેખી
કરીને તારા પતિ પાસે કરજ કરાવીને તેનાગજા
ઉપરાંત કર્જ કદી કરાવીશ નહિ, તારું ગૃહકાર્ય
આવક પ્રમાણે ખર્ચ રાખી સાવધાનીથી તેમજ કરકસર થી ચલાવજે.
તારું ભાગ્ય તારા હાથમાં છે કોઇ જ્યોતિષી કે
અન્ય હાથ જોનારાને તારા ભાગ્ય વિષે પૂછીશ નહિ, બંગડીઓ જેવી
સૌભાગ્યની નિશાની પહેરવાની ઇચ્છા થાયતો
ઘેર લાવી મંગાવી તારા સાસુ અથવા નણંદ પાસે પહેરવી. પરંતુ બજારમાં કોઇની દુકાને
પરપુરૂષને હાથે કદી પહેરીશ નહિ. કપાળમાં હંમેશાં કુમકુમનો ચાંદલો કરજે. એ તારા
સૌભાગ્યનું ચિહ્ન છે. બહુ જ બારીક અને
ભભકાદાર કપડાં નહિ પહેરતાં લાજ મર્યાદા જળવાય એવાં વસ્ત્રો પહેરજે.
આબરૂ શુભ આચરણમાં છે નહિ કે ઘરેણાં અથવા કપડાં
માં, તે યાદ રાખજે, ઘરની શોભા
ચોખ્ખાઇ જાળવવામાં છે. સ્વચ્છ્તામાં પ્રભુનો વાસ હોય છે. અને તેથી ત્યાં રોગ કે દુ:ખ આવતાં નથી, તે હંમેશાં યાદ રાખજે, રોજ વહેલા ઊઠી શરીર, મન અને કપડાં સ્વચ્છ કરી સદાચારી અને નિયમિત
રહી પતિવ્રતા ધર્મનું પાલન કરજે. પારકે ઘેર જવાની આદત રાખીશ નહિ.
મિષ્ટ ભાષા એ મહાન વસ્ત્રી કરૂણ મંત્ર છે. કટુ
વચન કદાપી બોલીશ નહિ, મીઠી વાણી વડે દરેકને
જીતી લેજે, જ્ઞાની, સદગુણી ઓ તેમજ
વયોવૃદ્ધ સ્ત્રીઓ પાસે બેસતા રહેવું હિતકર્તા છે. સંયમી જીવન શરીરને નિરોગી રાખી
લાંબુ આયુષ્ય બક્ષે છે તેથી પ્રજા પણ નિરોગી અને તેજસ્વી થાય છે,
તો જીવનને જેમ બને તેમ સંયમિત બનાવજે.
તારા પિતા ઉચ્ચ અધિકારી હોય કે
અમીર હોય તો તેનો ગર્વ રાખીશ નહી.તેમજ તારા પતિ સમક્ષ તારા પિતાની શ્રીમંતાઇના
વખાણ કદી પણ કરીશ નહીં.
ઉપરના હિત વચનો વાંચી,
વિચારી વર્તન કરીશ તો જીંદગી સ્વર્ગરૂપ બનાવી શકીશ.
મૈયાના આ વચનો ગળે
ઉતારજે .............................
No comments:
Post a Comment