Wednesday, 30 January 2013

સામ પિત્રોડા


સામ પિત્રોડા
         ભારતમાં  ટેલિકોમ્યુનિકેશન (દૂર સંચાર) ક્ષેત્રની ઘણાં લાંબા સમયની મંદતા અને તેની સામે પડેલા અનેકવધ ટેકનિકલ રૂકાવટો ને ચપટીમાં દૂર કરી ગણત્રીના વર્ષોમાંજ સમગ્ર ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે અદભૂત ક્રાંતિ સર્જનાર સામપિત્રોડાનો જન્મ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ તાલુકામાં થયો હતો. તેઓ અક ખૂબ જ સામાન્ય કુટુંબમાં અને સત્યભાઇ સુથારના સામાન્ય નામ સાથે જન્મેલા. નાનપણથીજ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતાં. અને તેમનામાં રહેલા વિજ્ઞાની જીવે તેમને ટેકનિકલ ક્ષેત્રમાં અસામન્ય શોધખોળ કરવા પ્રેર્યા.
          અમેરિકામાં તેમના જવાથી ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રના સંશોધનમાં અસામાન્ય વેગ આવ્યો. એમાં ધારી સફળતા મેળવી તેઓ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ થયા તે અગાઉ શામપિત્રોડા જેવું વિદેશી નામ રાખી ચુક્યા હતાં. ભારતના સદનસીબે ભારત સરકારના આમંત્રણને તેમણે અવીકાર્યુ અને ભારતમાં સેવા આપવાનો આ વિજ્ઞાનીએ નિર્ધાર કર્યો. સંદેશા વ્યવહારના મુખ્ય એકમોના અગ્રણી તરીકે અને ભારત સરકારના ટેકનોલોજી મિશનના સલાહકાર તરીકે તેમની નિમણુંક કરાઇ.
            ટૂંકા ગાળામાં તેમણે વિદેશ જોડે સીધો સંદેશા વ્યવહાર સંપર્ક, ઇલેકટ્રોનિક ટેલિફોન એકસચેન્જ,દેશ આખાને દૂરસંચાર નેટવર્કથી સાંકળવાની કામગીરી તેમજ સંદેશા વ્યવહારના માધ્યમો અને સાધનોને ઓપ્ટીકલ ફાયબરના ઉપયોગ વડે અત્યંત આધુનિક બનાવવાનું કામ કર્યુ.   
              લાંબા વાળ અને દાઢીધારીત એવા વિજ્ઞાની મિજાજના ચહેરાથી શોભતા માત્ર ૪૫ વર્ષના શામપિત્રોડાએ ટેલિફોનનાં પરંપરાગત  મોડેલની જગાએ પુશબટન ફોનનો,તેની જાતે જ ડાયલીંગ થાય તેવા ફોન અને મેમરીવાળા ફોન વપરાશમાં લેવાય તે માટે દૂરસંચાર વિભાગમાં ઘરમૂળથી ફેરફાર કર્યા છે.
તેમના આગમનબાદ ભારતમાં નવા કનેકશનો લોકોને ધાર્યા કરતાં વધુ ઝડપે મળી રહ્યા છે. 

No comments: