Thursday, 24 January 2013

૨૨ મી જાન્યુઆરી


જયશંકર સુંદરી   
         સજીવ અભિનયથી લોક હૈયા ડોલાવનાર, નાટ્યકલાના આજીવન સાધક જયશંકર ભોજકનો જન્મ વિસનગરમાં થયો હતો. નવ વર્ષની વયે હઠાગ્રહ કરીને એમણે નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. એમણે નાટકમાં નાની મોટી ભૂમિકા ભજવવા માંડી. ૧૨ વર્ષની ઉંમરે સૌ પ્રથમ સ્ત્રીની ભૂમિકા કરી, તે બદલ તેમની તએટલી તો વાહ વાહ થઇ  કે નાટક જગતે તેમને સુંદરી ઉપનામ આપ્યું.  ૬૦ થી વધુ નાટકોમાં નાયિકાની ભૂમિકાઓ ભજવીને એમણે ગરવી ગુજરાતણનાં અનેક રૂપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કરી બતાવ્યા હતા. રણજીતરામ ચંદ્રક તેમજ પદ્મભૂષણનો ખિતાબ તેમણે પ્રાપ્ત કર્યો હતો. તેમણે નાટકોમાં દિગ્દર્શન પણ કર્યું. એમણે આઠેક હજાર વખતે પ્રેક્ષકો સમક્ષ અભિનય આપ્યો હતો. તા.- ૨૨-૦૧-૧૯૭૫ ની સાંજ ઢળતા ગુજરાતી રંગભૂમિનો આ વિખ્યાત નટ નટવરની લીલામાં લીન થઇ ગયો.  

No comments: