Thursday, 10 January 2013

ડૉ.એ.કે.ડે.


ડૉ.એ.કે.ડે.
      ડૉ.એ.કે.ડે.નો જન્મ  ઇ.સ. ૧૯૦૧ ના ઓગસ્ટના પ્રથમ દિવસે ઐબરાબાદ (બાંગ્લાદેશ ) ખાતે થયો હતો. ઇ.સ. ૧૯૪૭ માં ભારતનું વિભાજન થતાં આ પ્રદેશ પૂર્વ પાકિસ્તાનમાં ગયો અને ઇ.સ. ૧૯૭૨ માં તે પાકિસ્તાનની ધુરામાંથી મુક્ત થઇ સ્વતંત્ર બાંગ્લાદેશમાં ગયો.
ડૉ.એ.કે.ડે. નાનપણથી જ ખંંતીલા અનેનિયમિત વિદ્યાર્થી હતા. તોએ પોતાના વતનમાં પ્રાથમિક શિક્ષણ પુરું કરી કલકત્તા વિશ્વવિદ્યાલયની પ્રેસીડન્સી કૉલેજમાં વધુ અભ્યાસ માટે જોડાયા. ત્યાં તેમણે એમ.એસ.સી સુધી અભ્યાસ કર્યો.
   કૉલેજ શિક્ષણ પુરું કરી તેઓ ભારતના ભૂગર્ભ વિભાગમાં જોડાયા. ત્યાં તેમણે મહત્ત્વના સંશોધનો કરી વિજ્ઞાની તરીકે પોતાની આગવી પ્રતિભા ઉપસાવી સમસ્ત ભારતમાં ખ્યાતનામ થયા.
        ભૂગર્ભ સંશોધનોમાટે તેમણે અખિલ ભારતનો વ્યાપક પ્રવાસ કર્યો. અંતરિયાળ અને પહાળી વિસ્તારોમાં પણ પહોંચીને તેમણે ભૂગર્ભ મોજણી કરી અને ક્યાં કૈ ધાતુઓ મળી શકે એમ છે તેનું સ્પષ્ટ ચિત્ર દર્શાવતા  અહેવાલો તૈયાર કરી ભારત સરકાર સમક્ષ રજૂ કર્યા.
      તેમણે ઉત્તર કનારા અને મૈસૂરમાં મેંગેનીઝ ધાતુ અને પાઇરાઇટ અંગે મહત્વના સંશોધનો કર્યા. ઉપરાંત તેમણે કેરાલાના દરિયાકાંઠે જઇ ત્યાંના ચૂનાના પથ્થરો ઉપર પણ સંશોધન કર્યું.
    પછી તેમણે ઓરિસ્સા જેવા પછાત રાજ્યમાં ખનીજ ઉદ્યોગ વિકસાવવા ભારત સરકાર સમક્ષ અભ્યાસપત્ર રજૂ કર્યું. જે ઉત્કૃષ્ટ સાબિત થયું અને ભારતના એક અલ્પવિકસિત રાજ્યને વિકાસની તક મળી. દેશ જ્યારે પેટ્રોલિયમ પેદાશોમાં તંગી અનુભવે છે ત્યારે ત્રિપુરા જેવા પહાડી વિસ્તારોમાં થી તેમણે પેટ્રોલિયમ મળશે તેવી ખાતરી આપી હતી. જે આજે એક સક્ષમ પેટ્રોલિયમ ક્ષેત્ર તરીકે વિકસ્યું છે.  

No comments: