દરાશા નોશેરવાન
વાડિયા
શ્રી ડી. એન. વાડિયાનો જન્મ ગુજરાતમાં
સૂરત શહેરમાં ઇ. સ. ૧૮૮૩ ના ઓક્ટોબર માસની ૨૫ મી તારીખે થયો હતો. તેમના વડવાઓ વહાણ
બાંધવાનો ધંધો કરતા હતા. બાળપણમાં તેમને રંગાટી કામનો શોખ હતો. પણ તેમના ભાઇએ
તેમને વિજ્ઞાન તરફ વાળ્યા.
વડોદરાની કોલેજમાં જીવશાસ્ત્ર અને
ભૂસ્તરશાસ્ત્ર સાથે એમ. એસસી (M.Sc.) નો અભ્યાસ પૂરો
કરીને માત્ર ૨૩ વર્ષની ઉંમરે તેઓ જમ્મુમાં પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજમાં અધ્યાપક
તરીકે જોડાયા. ત્યાં હિમાલયની તળેટીમાં રહેતાં તેમનો ભૂસ્તરશાસ્ત્ર પ્રત્યેનો રસ
વધવા લાગ્યો. વેકેશનમાં તેમણે હિમાલયનાં ખનિજો,પથ્થરો અને
અવશેષો પર સંશોધનાત્મક અભ્યાસ શરૂ કર્યો. એ તેમણે આજીવન નિભાવીને અનેક શોધપત્રો
પ્રસિધ્ધ કર્યા.
હિમાલયના ભૂસ્તરશાસ્ત્રના ઊંડા
અભ્યાસને લીધે તેઓ જગતભરમાં પ્રસિધ્ધ થયા.તેમણે આ ખડકોની રચના અને વિકાસ કેવી રીતે
થયો તે અને રચનાની કેટલીક જટિલ બાબતો સમજાવી. આ ઉપરાંત પણ તેમણે અનેક સ્થળોએ આવો
અભ્યાસ કરેલો. એમાંના કેટલાંક સ્થળો અત્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં છે
ખડકોમાં સચવાઇ રહેલા જીવાવશેષના
અભ્યાસમાં તેમણે વિશેષ રસ હતો. શ્રીલંકામાં ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસનો પાયો તેમણે
નાંખ્યો હતો. વિધાર્થીઓને ભૂસ્તરશાસ્ત્રમાં રસ પડે એ હેતુસર તેમણે ‘ધી જીયોલોજી ઓફ ઇન્ડિયા એન્ડ બર્મા’ નામનું પુસ્તક લખેલું. ભૂસ્તરશાસ્ત્રમાં કરેલા
મહત્વનાં પ્રદાનને લઇને ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ નો ઇલ્કાબ આપી નવાજેલા. આ ઉપરાંત
તેમને બેક એવોર્ડ અને લાયેલ તથા મેઘનાદ શહા ચંદ્રકો પણ મળ્યા હતાં.
ઇ.સ. ૧૯૫૭ માં તેઓ રોયલ સોસાયટીના
ફેલો તરીકે ચૂંટાયા ત્યારે ભૂસ્તરશાસ્ત્રમાં આવું માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય
અને ગુજરાતી હતા. ઇ.સ. ૧૯૬૯માં તેમનું અવસાન થયું
No comments:
Post a Comment