Wednesday, 16 January 2013

૧૪ મી જાન્યુઆરી


                           આલ્બર્ટ સ્વાઇત્ઝર  
વિજ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રે જાણીતા એવા આલ્બર્ટ સ્વાઇત્ઝરનો જન્મ તા. ૧૪-૦૧-૧૮૭૫ નારોજ જર્મનીમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીતનો ખૂબ શોખ હતો. આલ્બર્ટે પેરિસના વિશ્વવિદ્યાલયોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી તત્વજ્ઞાન ધર્મમિમાંસા અને સંગીત એમ ત્રણ વિષયોમાં પી.એચ.ડી ની ડિગ્રી મેળવી.
        સાત વર્ષના પરિશ્રમ બાદ ડૉક્ટર બન્યા.એમને હૈયે આફ્રિકાની ભૂમિના પુત્રો માટે ભારોભાર પ્રેમ હતો. ગાંધીજીની માફક તેઓ વિજ્ઞાન પર અવલંબિત પાશ્વાત્ય સંસ્કૃતિના પ્રખર વિરોધી હતા. અદમ્ય સ્ફૂર્તિથી ભોળી પ્રજા વચ્ચે રહીને એમની સારસંભાલ લીધી છે. જિંદગીના છેલ્લા ત્રીસ વર્ષ માનવસેવામાં જ સમર્પિત કરી તેઓ વ્યક્તિ માટી સંસ્થાનું પ્રતિક બની ગયા. 

No comments: