Wednesday, 9 January 2013

ડૉ.માતા પ્રસાદ


ડૉ.માતા પ્રસાદ 
ડૉ.માતા પ્રસાદનો જન્મ ઉત્તરપ્રદેશ રાજ્યના ફતેહગઢ  જિલ્લામાં ઇ.સ.૧૮૯૮ માં થયો હતો. તેઓ બચપણથી જ ઉદ્યમી,ખંતીલા, મહેનતુ અને તેજસ્વી હતા.૨૨ વર્ષની ઉંમરે તેમણે અલ્હાબાદ ખાતેના વિશ્વવિદ્યાલયમાંથી ઝળહળતી સફળતા સાથે વિજ્ઞાન સ્નાતકની ઉપાધી હાંસલ કરેલી.બે વર્ષ બાદ તેમણે એમ.એસ.સી. પણ પ્રથમ વર્ગમાં પાસ થઇને પૂર્ણ કરેલ.
ઉચ્ચ અભ્યાસ માટે તેમણે વારાણસી ખાતેની પ્રખ્યાત બાનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટની માનવંતી ઉપાધી માટે પ્રવેશ મેળવેલો. માત્ર ત્રણ વર્ષના ગાળામાં  જ તેમણે આ ઉપાધી હાંસલ કરી.
       અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે મુંબઇ ખાતેના સાયન્સ ઇન્સ્ટિટ્યુટમાં આચાર્ય તરીકે નિયુક્તિ મેળવી.  થોડા વર્ષોની શ્રેષ્ઠ કામાગીરી બાદ તેમણે ઇ.સ. ૧૯૫૩ થી ૧૯૫૬ સુધી કેન્દ્ર સરકારની સંશોધનન સંસ્થા
  સેન્ટ્રલરિસર્ચ ઇન્સ્ટિટ્યુટ માં ભાવનગર ખાતે નિયામકશ્રીની જવાબદારી નિભાવી.ઇ.સ. ૧૯૫૬ માં સરકારે તેમની સેવાઓને ધ્યાનમાં લઇને ઉજ્જૈનની વિક્રમ વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિનું પદ સોંપ્યુ.જ્યાં તેમણે ચાર વર્ષ સુધી પ્રશંસનીય કામગીરી બજાવીને નિવૃતિ લીધી.ડૉ. માતા પ્રસાદ દેશ-વિદેશની અનેક વિજ્ઞાન સંસ્થાઓમાં સભાસદ કે સાથી તરીકે રહેલા છે. તેમણે ૧૫૦ જેટલા સંશોધન લેખો પ્રસિદ્ધ કરેલા છે. તેમણે લંડનખાતે આવેલી રૉયલ સંસ્થાને  ડેવી- ફેરાડે પ્રયોગશાળામાં સંશોધન કાર્ય કરેલ છે.
રસાયણ શાસ્ત્રના સફળ સંશોધનકાર એવા આભારતના જાણીતા વિજ્ઞાની રૉયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમેસ્ટ્રી અને નેશનલ  ઇન્સ્ટિટ્યુટમાં ફેલો તરીકે ચૂટાયા.  



No comments: