ડૉ.હોમી જે. ભાભા
ભારતને વૈજ્ઞાનિક પ્રગતિને પંથે વાળનાર મહાન વૈજ્ઞાનિક ડૉ.
હોમી. જે. ભાભાનો જન્મ તા. ૩૦-૧૦-૧૯૦૯ માં થયો હતો. પિતાના વિચારને અનુસરીને તેઓ
વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ તરફ વળ્યા. તેમની મહત્વની શોધોનો ઉલ્લેખ કરીએ તો વિશ્વ
કિરણોને લગતું સંશોધન, પરમાણું ભઠ્ઠીમાં ફરી ફરી મૂળ પદાર્થો
વાપરી સસ્તું બળતણ મેળવવું. મેસન કણોની
શોધ વગેરે સવિશેષ છે. આજે ભારતમાં આપણે જે કંઇ અણુ શક્તિ આધારિત ઉદ્યોગો, વિદ્યુત ઘરો, ભારે ઉદ્યોગો જોઇએ છીએ એનું શ્રેય આ
મહાન વૈજ્ઞાનિકને ફાળે જાય છે. ટાટા
રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એકી સાથે ત્રણસો
જેટલા વૈગ્યાનિકોને ઉચ્ચ કક્ષાની તાલીમ આપતા. પોતાની વૈજ્ઞાનિક શોધો અંગેની એક એક
વિગતતેમણે એટલી ચોક્કસાઇથી ટપકાવી રાખેલી કે તા.૨૧-૦૧-૧૯૬૬ ના રોજ ડૉ.હોમી ભાભાનું
નિધન થયું છતાં પણ રાષ્ટ્રના અણુશક્તિ પંચનું કાર્ય અવિરત પણે ચાલુ રહી શક્યું છે.
No comments:
Post a Comment