હેન્રી હેવિડ થોરો
અમેરિકન સાહિત્યકાર શ્રી હેન્રી ડેવિડ થોરોનો
જન્મ તા. ૧૨-૦૭-૧૮૧૭ના રોજ થયો
હતો. બાળપણમાં ઘરની ગાયો
ચરાવવા જતા ત્યારથી જ એમને પ્રકૃતિ સાથે આત્મીયતા બંધાયેલી. પહેલાં શિક્ષક પછી લેક્ચરર અને લેખક તરીકેનો
વ્યવસાય તેમણે આજીવિકા માટે સ્વીકારેલો. ૩૦ વર્ષ સુધી કાવ્ય લેખન પાછળ તેમણે કલમ ચલાવી. એમની અમર કૃતિઓમાં ‘વોલ્ડન’, ‘ધ મેઇન વુઝ’ વગેરેનો સમાવેશ થાય છે. સાહિત્ય- તત્વજ્ઞાનમાં મૌલિક પ્રદાન છતાં પ્રકૃતિવિદ
તરીકેનું તેમનું સ્થાન તો અદ્રિતીય છે. તેમના બોલાવવાથી પંખીઓ ને પશુઓ ઊડીને કે દોડીને આવતા. માછલીઓ પાણીમાંના તેમના બે હાથ વચ્ચે નિર્ભય
રમતી. ગાંધીજીએ થોરોને પોતાના
ગુરુ કહ્યા છે.
No comments:
Post a Comment