રીંછ એકલું ફરવા
ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ
મળ્યા રે, આફત આવી મોટી.
ઝૂકી ઝૂકી ભરી
સલામો, બોલ્યું મીઠાં
વેણ :
‘મારે ઘેર પધારો,
રાણા ! રાખો મારું કહેણ.
હાડચામડાં બહુ
બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા
ખોળું તમને, આજે મુખડું દીઠું
!’
રીંછ જાય છે આગળ,
એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ,
એની જીભ લબલબ.
‘ઘર આ મારું,
જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં
રાણાજીએ પાડી બૂમેબૂમ !
મધપૂડાનું વન
હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા
જાતાં વળગી લારોલાર !
આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા
લાગ્યા;
‘ખાધો બાપ રે !’
કરતાં ત્યાંથી વનરાજા તો
ભાગ્યા.
રીંછ એકલું ફરવા
ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ
મળ્યા’તા, આફત ટાળી મોટી !
- રમણલાલ
સોની
No comments:
Post a Comment