Monday, 8 July 2013

૮ મી જુલાઇ

ચીનુભાઇ પટવા

                        કટાર લેખક શ્રી ચીનુભાઇ પટવા ફિલસૂફનો જન્મ ઇ. ૧૯૧૧માં મુંબઇમાં થયેલો. અમદાવાદમાં જ મોટાભાગનું શિક્ષણ મેળવ્યું. તેમની લેખન-પ્રવૃતિનો આરંભ કૉલેજ કાળથી થયેલો. ચાના શોખીન શ્રી પટવાએ ચા પીતાં પીતાંની શ્રેણી નવ સૌરાષ્ટ્ર વર્તમાનપત્રમાં શરૂ કરેલી. ઉપરાંત પાન સોપારી’, શકુંતલાનું ભૂત’, ચાલો સજોડે સુખી થઇએ જેવી કૃતિઓ હળવી શૈલીમાં હાસ્ય નિષ્પન્ન કરતી તેમણે લખી છે. જેમાંની ચારેક કૃતિઓને ગુજરાત સરકારે અને મુંબઇ રાજ્યે પુરસ્કૃત કરેલી છે. તેમના લખાણોમાં તીક્ષ્ણ વ્યવહાર, બુદ્ધિ ઉપરાંત અવળવાણીની જે ફાવટ છે, તેની પ્રતીતી થયા વગર રહેતી નથી. શ્રી પટવાએ અમદાવાદથી મુંબઇ સુધીનો સાયકલ પ્રવાસ, સત્યાગ્રહોમાં ભાગ લેવા જેવા અનેક સાહસપૂર્ણ કાર્યો કર્યા હતા. શ્રી ફિલસૂફ આપણી વચ્ચેથી તા. ૦૮-૦૭-૧૯૬૯ના રોજ ચાલ્યા ગયા.    

No comments: