તું નાનો, હું મોટો
એવો ખ્યાલ જગતનો
ખોટો;
આ નાનો, આ મોટો
એવો મૂરખ કરતા
ગોટો.
ખારા જળનો દરિયો
ભરિયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો
દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેંકી
ઊઠે
કેવો ગુલાબ ગોટો !
ઊંચા-ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું
તે મોટો.
-પ્રેમશંકર ભટ્ટ
No comments:
Post a Comment