લચ્છુ મહારાજ
કથક નૃત્યના
કલાગુરુ અને પ્રસિદ્ધ નર્તક શ્રી લચ્છુ મહારાજને પિતાનો કલા વરસો જન્મથી જ પ્રાપ્ત થયો હતો, નૃત્ય અને સંગીતની કલામાં પ્રવીણતા પ્રાપ્ત કરી ઠુમરી, દાદરા વગેરે ગાયકીમાં એમની પ્રવીણતા એટલી જ ખ્યાતિ
પામી હતી. ‘એક હી રાસ્તા’, ‘તીસરી કસમ’, ‘પાકિઝા’, વગેરે અનેક ફિલ્મોમાં એમણે નૃત્ય
દિગ્દર્શન કર્યું. ‘માલતી માધવ’, ‘રાધાકૃષ્ણ લીલા ’ અને ગૌતમ બુધ્ધ સંબંધી વિષયવસ્તુ
લઇને એમણે નૃત્ય નાટિકાઓનું સર્જન કર્યુ. ‘ભારતીય કિસાન’,
ગાંધી કી અમર કહાની’,આમ્રપાલી’ અને ‘ગોકુલકી ગલી સાંકરી; વગેરે નૃત્ય રચનાઓએ લોકહ્રદયમાં
ખૂબ જ સ્થાન જમાવ્યું હતું. તા. ૧૯/૦૭/૧૯૭૮ ના રોજ ૭૭ વર્ષની વયે એમનું અવસાન
થયું.
No comments:
Post a Comment