Saturday, 13 July 2013

૧૫ મી જુલાઇ

દુર્ગાભાઇ દેશમુખ

                        શ્રીમતી દુર્ગાબાઇ દેશમુખનો જન્મ તા. ૧૫-૧૭-૧૯૦૯ના રોજ થયો હતો. આંધ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ રાખતાની સાથે ભારત સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ઝંપલાવ્યું. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત પણ કરી. ત્યારબાદ બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને છ વર્ષ સુધી આ પદ શોભાવ્યું. આયોજન પંચના સભ્ય તરીકે તેમ જ મધ્યસ્થ સમાજકલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર સેવાઓ બજાવી. ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મવિભૂષણ’નો ઇલકાબ એનાયત થયો હતો. ઉપરાંત નિરક્ષરતા નિવારણ માટે નહેરૂ એવોર્ડ, રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય વિકાસ માટેનો ‘હોફમેન એવોર્ડ’ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય પણ એમને સાંપડયું હતું. 

No comments: