Thursday, 4 July 2013

૪ થી જુલાઇ

પ્રભુલાલભાઇ દવે

                       લોકસેવક શ્રી પ્રભુલાલભાઇ દવેનો જન્મ તા. ૦૪-૦૭-૧૯૨૬ના રોજ અમરેલી પાસેના બાંભણિયા ગામે થયો હતો. હાઇસ્કૂલ અને કૉલેજનું શિક્ષણ જૂનાગઢમાં લઇ, અમદાવાદની કૉલેજમાં કાયદાના સ્નાતક થયા. તેઓશ્રીની કારકિર્દીની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકે થઇ. .. ૧૯૪૯માં પ્રથમ વખત સુધરાઇમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. ઉપરાંત ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે કામગીરી બજાવી. જૂનાગઢ આયુર્વેદ કૉલેજની સ્થાપના, ખેતીવાડી કૉલેજ તથા કેમ્પસની સ્થાપના તથા વિકાસમાં તેમનું યોગદાન મહત્વનું હતું. ઉપરાંત ઔદ્યોગિક તાલીમશાળા , સાગવડી ફાર્મ, દૂધની ડેરી, સંશોધન કેન્દ્રો વગેરેની પ્રવૃતિમાં મહત્વની સેવાઓ આપી. લોકોની ચાહના સંપાદન કરેલ. તા. ૨૨-૦૨-૧૯૮૨ના રોજ મહાશીવરાત્રિના પાવન દિવસે તેમનો દેહવિલય થયો

No comments: