મેડમ મેરી ક્યૂરી
રેડિયમ ! વિજ્ઞાનના ઇતિહાસની એક ક્રાંતિકારી શોધ ! અને એની શોધક વિરલ વિજ્ઞાની મેરી ક્યૂરી. તેનો જન્મ પોલેન્ડમાં ઇ.સ. ૧૮૬૭માં થયેલો. તેમના પ્રિય
વિષયો હતા ભૌતિકશાસ્ત્ર અને ગણિત. વધુ અભ્યાસાર્થે
પેરિસ ગયા ત્યાં એમ. એ. થઇ પ્રો.પીઅરી સાથે
લગ્નગ્રંથિથી જોડાયા. આ અરસામાં
યુરેનિયમની શોધ થઇ. અવિરત સંશોધન બાદ
એ નવદંપતીએ ‘રેડિયમ’ની શોધ કરી.ઉપરાંત કિરણોત્સર્ગી પદાર્થો ઉપર મહાનિબંધ લખી ‘ડૉક્ટર’ ની ઉપાધિ મેળવી. એમના અદભૂત સંશોધનથી વિજ્ઞાન ક્ષેત્રની એક વિરલ
સિદ્ધિનું બહુમાન પ્રાપ્ત થઇ ચૂક્યું હતું. રેડિયમની સહાયથી કેન્સરનો ઉપચાર કરી
શકાય છે. મેરી ક્યૂરી તા. ૦૭-૦૭-૧૯૩૪ના રોજ કેન્સરથી જ પીડાઇ અવસાન પામ્યા.
આધ્યાત્મિક નેતા દલાઇ લામા
દલાઇ લામા
અધ્યાત્મ પરંપરાના ૧૪મા ધાર્મિક નેતા છે. તેમનો જન્મ તા. ૦૭-૦૭-૧૯૩૫ના રોજ
તિબેટના તકત્સે નામના ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ તેન્ઝિગ ગ્યાત્સો હતું. લામા તરીકે પસંદગી પામ્યા બાદ તેમને શિક્ષણ આપી
ધાર્મિક નેતા ગણવામાં આવ્યા. ભારતમાં તેમણે
રાજ્યશ્રય મેળવ્યો.
ભારતમાં હિમાચલ
પ્રદેશમાં ‘ધરમશાલા’ મુકામે હજારો શિષ્યો સાથે દલાઇ લામાએ નિવાસ
કર્યો. દલાઇ લામાએ વિશ્વશાંતિના પ્રસાર અને પ્રચારની સાથે સાથે ઘણાં પુસ્તકો પણ
લખ્યાં. સમગ્ર વિશ્વમાં તેઓ બૌદ્ધ ધર્મના એક આધ્યાત્મિક નેતા તરીકે લોકપ્રિય
બન્યા. તેમના વિશ્વશાંતિના અભિયાન બદલ તેમને ઇ.સ. ૧૯૮૯માં નોબેલ પુરસ્કાર એનાયત
કરવામાં આવ્યો.
No comments:
Post a Comment