Thursday, 18 July 2013

૧૮ મી જુલાઇ

અમૃત વસંત પંડયા
                   શ્રી અમૃત વસંત પંડયાનો જન્મ ઇ. ૧૯૧૭માં જામનગરમાં થયો હતો. બચપણથી જ એમને પુરાણી હકીકતોને પ્રાચીન વસ્તુઓ વિષે ઊંડો રસ હતો. પુરાતત્વ પર હિંદી ભાષામાં તે લેખો પણ લખતા. લેખન પ્રવૃતિએ એમને ભારતખ્યાત બનાવ્યા. સોમનાથ જિર્ણોદ્વાર નિમિતે  ઊભા થયેલા પુરાતત્વ ખાતાના તેઓ ડાયરેક્ટર પદે નિમાયા. નર્મદા ખીણના પૌરાતાત્વિક સંશોધનના કામ પર પણ એમને નીમવામાં આવ્યાહતા. ભારતભરની પુરાતત્વ પરિષદોમાં તે ભાગ લેતા રહેતા. જન્મભૂમિ’, પ્રવાસી’, કુમાર અને  નવચેતના એમણે પ્રાચીન સ્થળો વિશે સળંગ લેખમાળાઓ લખી છે. ઉપરાંત ભૂસ્તર ખનિજ જ્ઞાનકોશના એક લેખક તરીકેની જવાબદારી પણ ઉપાડેલી. ઇ. ૧૮૫૭ની જુલાઇની ૧૮મી એ ચિર નિદ્રામાં પોઢી ગયા.
ભારતરત્ન નેલ્સન મંડેલા
                 બ્રિટીશ શાસન સામે સમાન નાગરિક અધિકારો માટે આજીવન લડત આપનાર નેલ્સન મંડેલાનો જન્મ તા. ૧૮-૧૭-૧૯૧૮ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો, પોતાના દેશવાસીઓની દયનીય સ્થિતિ જોઇ તેમને ગુલામીમાંથી મુક્ત કરવાનો તેમણે મનોમન દ્દઢ નિર્ધાર કર્યો. સ્નાતક થયા પછી તેઓ જોહાનિસબર્ગ ગયા. ત્યારબાદ ગુરુ સિસુલુ અને ઓલિવર ટેમ્બો સાથે રહી આઝાદીનું આંદોલન શરૂ કર્યુ. સતત સતાવીશ વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહીને પણ આંદોલન માટે પ્રેરણા પૂરી પાડતા રહ્યા.

     છેવટે અંગ્રેજ સરકાર અશ્વેતોના પ્રબળ પ્રજામત સામે ઝૂકી ગઇ અને ૧૯૯૦માં તેમના લોકપ્રિય નેતા મંડેલાને જેલમુક્ત કર્યા. બહાર આવ્યા પછી આંદોલન ઉગ્ર બનાવ્યું. શ્વેત અને અશ્વેત પ્રજા માટે સમાન નાગરિક ધારો પસાર થયો. ભારત સરકારે પણ તેમને ભારતરત્ન એવોર્ડ આપી આફ્રિકાના ગાંધી એવા નેલ્સન મંડેલાનું યોગ્ય સન્માન કર્યુ હતું.          

No comments: