સુવિચાર
v
નદી કે સાગરનું પાણી બંને કાંઠામાં મર્યાદામાં ન રહે તો
વિનાશ સર્જે છે.
v
કોઇ પણ વસ્તુ સારી અથવા ખરાબ નથી પણ તમારા વિચારો તે રીતે
તમને બનાવે છે.
v
કોઇની પ્રગતિનું સોપાન ન બની શકો તો કંઇ નહિ પણ કોઇની
અધોગતિનો ખાડો તો ન જ બનો.
v
જ્ઞાન મેળવવું સહેલું છે પણ પચાવવું – ટકાવવું મુશ્કેલ છે.
v
જીવન શ્રેષ્ઠ બનાવવું હોઇ તો ઓછું બોલો,
ઓછું ખરચો અને ઓછું ખાઓ.
v
હોઠ બહાર નીકળેલો શબ્દ કેટલા પણ ઘોડાની માદદથી પાછો વાળી
શકાતો નથી, એટલે જ વિચારપૂર્વક બોલવું જોઇએ.
v
ધ્યેય વિનાનું જીવન આંકડાં વગરના મીંડા જેવું છે.
v
જે માણસ ફરજ નથી સમજતો ને અધિકાર જ સમજે છે તે પ્રાણી સમાન
છે.
v
સામા માણસને ઉતારી પાડતા પહેલાં તમને કોઇ ઉતારી પાડે તો
કેવું થાય તે વિચારી જોવું જરૂરી છે.
v
માન માગશો નહિ, માન આપજો. પ્રેમ માગશો નહિ, પ્રેમ આપજો.
v
મનુષ્ય જે કાંઇ ખાય છે તેનાથી નહિ પણ જેટલું પચાવી શકે છે,
તેનાથી બળવાન બને છે.
v
આપણે કેટલું જીવીએ છીએ તેનું મહત્વ નથી પણ કેવી રીતે જીવીએ
છીએ તેનું મહત્વ છે.
v
ભૂલ થઇ જાય તેમાં પાપ નથી પરંતુ કરેલી ભૂલ છૂપાવવામાં ભયંકર
પાપ છે.
v
સત્ય અને માધુર્ય ભાષા બોલો. સત્ય હોવા છતાં બીજાના
દિલને દુ:ખાવનારી બાબત હોય તો મૌન રહો.
v
મારી ભૂલ, ટીકા અથવા દોષ કોઇ નહિ કાઢે તેવા સમયની રાહ
જોનાર માણસ કંઇ પણ કરી શકશે નહિ.
v
વેરનો બદલો વેરથી નહી લેતા પ્રેમથી લેશો તો જગતમાં તમારો એક
વેરી ઓછો કર્યાનો લાભ મળશે.
v
ફુલ પાથરનારને સુવાસ મળે છે. અને શૂળ પાથરનારને શૂળના ડંખ.
v
નિડર બનીને આગળ વધવાવાળા ને જીવનમાં કદી નિષ્ફળતા મળતી નથી.
v
જે કોઇને જિંદગી આપી શકતો નથી એને કોઇનો જીવ લેવાનો પણ
અધિકાર નથી.
v
કોઇએ તમારા માટે શું કર્યુ તેના કરતાં તમોએ કોઇના માટે શું
કર્યુ તે પહેલા વિચારો.
v
શત્રુ કરતા દોસ્તને ક્ષમા આપવાનું કામ વધુ કપરું છે.
v
ક્રોધ એક પ્રકારનું તોફાન છે. તે જ્યારે આવે છે ત્યારે
વિવેકને નષ્ટ કરે છે.
v
અનુભવ એ દરેક માણસે પોતની ભૂલોને આપેલું નામ છે.
v
ભૂતકાળ ડહાપણ માટે છે, વર્તમાન કાર્ય માટે અને આનંદ માટે
ભવિષ્યકાળ છે.
v
ધીરજ કડવી હોય છે, પણ ફળ મીઠા હોય છે.
v
વહી જતાં સમયને ઉપયોગ કરો નહીંતર પસ્તાશો.
v
ક્ષમા આપવી ઉતમ છે પણ એને ભૂલી જવું એ એના કરતાં પણ વધું
ઉતમ છે.
No comments:
Post a Comment