સ્વામી શિવાનંદ સરસ્વતી
સ્વામી શિવાનંદનું
પૂર્વાશ્રમનું નામ કુપ્પુસ્વામી અય્યર હતું. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં એક નાનકડા ગામમાં ઇ. સ. ૧૮૮૭માં થયો હતો. વિદ્યાભ્યાસ
પૂર્ણ કરી તેઓ ડૉક્ટર બન્યા. ઋષિકેશમાં સ્વામી
વિશ્વાનંદે તેમને સંન્યાસની દીક્ષા આપી. હવે કુપ્પુમાંથી સ્વામી શિવાનંદ બન્યા. સાક્ષાત્કાર માટે હિમાલયના તીર્થોની યાત્રા કરી. જ્યાં જાય ત્યાં હરિકીર્તન, યોગાસન અને પ્રાણાયામનું
નિદર્શન કરતા. તેમણે ‘ડિવાઇન લાઇફ સોસાયટી’ ની સ્થાપના કરી.તેમજ અંગ્રજી માસિક ‘ધ ડિવાઇન લાઇફ’ શરૂ કર્યુ. આધ્યાત્મિક જ્ઞાનના પિપાસુઓને માર્ગદર્શન આપતા
૩૦૦ જેટલા પુસ્તકો લખ્યા. ઉપરાંત યોગ
વેદાંત અરણ્ય વિશ્વ વિદ્યાલયની તેમણે સ્થાપના કરી. તા. ૧૪-૦૭-૧૯૬૩ના રોજ તેઓ મહા સમાધિસ્થ થયા.
No comments:
Post a Comment