દલસુખભાઇ માલવણિયા
દલસુખભાઇ માલવણિયાનો જન્મ ૨૨-૦૭-૧૯૧૦ના
રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે થયો હતો. અભ્યાસના પ્રારંભિક સમયથી જ તેમની વિદ્યારૂચિ ખીલી
ઊઠી. સંસ્થાના આશ્રયે રહી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ન્યાયતીર્થ અને જૈન વિશારદની પદવી મળી. શાંતિ-નિકેતન
જઇ પાલીભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. અમદાવાદની ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક
બન્યા. ચાલીસ હજાર ઉપરાંત બહુમૂલ્ય હસ્તપ્રતો તના વિશાળ
ગ્રંથાગારમાં સુરક્ષિત છે. ગુજરાતી
અને હિન્દીમાં તેમણે લગભગ ચાલીસ પુસ્તકોના લેખન-સંપાદન કર્યા છે. દાર્શનિક સાહિત્યની રચના માટે તેમણે ‘સિદ્ધાંત
ભૂષણ’ની પદવી અને સુવર્ણચંદ્રક તેમજ જૈન વિશ્વભારતી સંસ્થા
દ્ધારા ‘જૈન વિદ્યામનીષી’ નો એવોર્ડ એનાયત કરવામાંઆવ્યો હતો.ઇ. ૧૯૯૮માં દલસુખભાઇએ આ નશ્વર જગતમાંથી
વિદાય લીધી
No comments:
Post a Comment