Thursday, 18 July 2013

હરગોવિંદ ખુરાના

હરગોવિંદ ખુરાના
            નવા વિકસેલા જીનેટીક વિજ્ઞાનના ક્ષેત્રે તબીબી જગતમાં ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. આ ક્ષેત્રમાં દેશ-વિદેશના ઘણા વિજ્ઞાનીઓએ નવી શોધો કરી છે. માનવ શરીરના જીવનરસ સમાન ડીએનએ અને જીન અંગેના સંશોધનમાંભારતીય વિજ્ઞાનીઓનો ફાળો પણ મહત્વનો છે.
            માનવ શરીરનું ડીએનએ માળખું શોધાયા પછી જગતમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે અને અનેકરોગ અંગે વધુ જાણી શકાયું છે. આ સંશોધનમાં ભારતીય વિજ્ઞાની હરગોવિંદખુરાનાનો  પણ મહત્વનો ફાળો છે. તેમને આ સંશોધન બદલ નૉબેલ પારિતોષિક એનાયત થયેલું.
           હરગોવિંદ ખુરાનાનો જન્મ હાલ પાકિસ્તાન પ્રાંતના રાયપુર ગામે ઇ.સ. ૧૯૨૨ ના જાન્યુઆરી માસની ૯ મી તારીખે થયો હતો. તેમના પિતા ગામના પટવારી હતા. હરગોવિંદ ખુરાનાએ પ્રાથમિક શિક્ષણ મુલતાનમાં લીધુ હતું અને ત્યારબાદ લાહોરની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી થયા હતા. ઇ.સ ૧૯૪૫ સુધી તેઓ સરકારે આપેલી ફેલોશીપ લઇને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા.ત્યાં તેમણે લીવરપુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી પી.એચ.ડીની ડિગ્રીએ મેળવી. ઇ.સ. ૧૯૪૮ માં તેઓ જર્મનીના ઝુરીચ ખાતે ઉચ્ચ અવ્હ્યાસ કરી ૧૯૫૦ માં ફરી ઇંગ્લેન્ડની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં આવ્યા.
           અહીં તેમણે જાણીતા અને નામી વિજ્ઞાનીઓ સાથે કામ કરવાની તક મળી ત્યારબાદ ૧૯૨૩ માં તેઓ કેનેડાની બ્રિટીશ કોલંબીયા યુનિવર્સિટીમાંવધુ અભ્યાસ કરીનેતેઓ માસાચ્યુસેટ ઇન્સ્ટીટ્યૂટમાં બાયોલોજી અને કૅમિસ્ટ્રી ના પ્રોફેસર તરીકે જોડાયા.   
         હરગોવિંદ ખુરાનાએ માનવના ડીએનએનો કોડ ઉકેલવાના મહત્વના સંશોધનો કર્યા. ઇ.સ. ૧૯૬૮ માં આ સંશોધનો બદલ તેમએ માર્શલ નીરેનબર્ગ અને રોબોર્ટ હોલી સાથે નોબેલ પ્રાઇઝ એનાયત થયું. હરગોવિંદ ખુરાનાએ સૌ પ્રથમવાર ન્યુક્લોટાઇડ્સની શૃંખલા શોધી કાઢી જે બાયોટેકનોલોજીમાં મહત્વની ઉપયોગિતા ધરાવે છે.

           હરગોવિંદ ખુરાનાને તેમના આ યોગદાન બદલ અનેક માન-સન્માન અને એવૉર્ડ એનાયત થયેલાં છે. ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણનું  સન્માન એનાયત કર્યું છે.  હરગોવિંદ ખુરાનાએ આગવા સંશોધન  કરી વિજ્ઞાન જગતમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. 

No comments: