૫૯. ચાર ખૂણાનું ચોકઠું અધ્ધર ઉડ્યે જાય
- પતંગ
૬૦. કાળી સોટી તેલે છાંટી
વળે વળે પણ
ભાંગે નહીં.
-વાળ
૬૧. પ્રાણ નહી પણ પળ પળ ગણે
-ઘડિયાળ
૬૨. તમારી પાછળ રોજ સિપાઇ આવે
- પડછાયો
૬૩. ખાય ખાય ને હાય હાય
-મરચું
૬૪. લીલી ટોપી રાતા વાઘા
-મરચું
૬૫. ઘરમાં ઘર તેમાં પાણી
- નાળિયેર
૬૬. ભર્યા કૂવામાં પાંચ શેરી તરે
- કાચબો
૬૭. રાજા મરે ને
પ્રધાન ગાદીએ બેસે
- ચાંદો,સૂરજ
૬૮. ભોંયમાં માથુ ઘાલીને પગ બાહાર કાઢે.
- મૂળો
૬૯. વનવગડામાં ડોશી દાંત કાઢે
- કાલું (કપાસ)
૭૦. પીળો પણ પોપટ નહિ, કાળો પણ નહિ કાગ,
પાંખો પણ પંખી
નહિ, ડસે પણ નહિ નાગ
- ભમરો
૭૧. ભરે ફાળ પણ મૃગ નહિ, નહિ સસલું નહિ શ્વાન;
ઊંચું મોં પણ
મોર નહિ, સમજો ચતુર સુજાણ,
- દેડકો
No comments:
Post a Comment