મનુભાઇ મહેતા
પત્રકાર શ્રી મનુભાઇ
મહેતાનો જન્મ સુરત જિલ્લાના ચીખલી ગામે તા. ૧૦-૦૭-૧૯૧૨ ના રોજ થયો હતો. અભ્યાસમાં તે અત્યંત તેજસ્વી હતા. વિજ્ઞાનના ક્ષેત્રે મનુભાઇ હરતા-ફરતા જ્ઞાનકોશ જેવા હતા. મુંબઇના ‘જન્મભૂમિ’ અખબાર
સાથે તેઓ આજીવન સંકળાયેલા હતા. એમણે બારેક જેટલી પરિચય પુસ્તિકાઓ લખી છે,
ખગોળ જેવા વિષય પર લગભગ દર અઠવાડિયે કંઇક માહિતીપ્રદ લખાણ તે આપતા રહેતા. તેમના
લેખોએ અસંખ્ય વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક કારકિર્દી શરૂ કરવાની પ્રેરણા આપી હતી. જે
સબબ તેમને અનેક પારિતોષિકો મળ્યા હતા.
No comments:
Post a Comment