રાય કૃષ્ણદાસજી
સમૃદ્ધ કલાકોશના પ્રણેતા શ્રી રાયકૃષ્ણદાસજીનો
જન્મ બનારસમાં ઇ. સ. ૧૮૯૨માં થયો હતો. શાળા મહાશાળામાં શિક્ષણ
લીધું ન હોવા છતાં આત્મસૂઝ અને સ્વપ્રયત્ને મેળવેલું ધર્મદર્શન અને કલાનું
ઊડું જ્ઞાન એ એમની અનન્ય સિદ્ધિ હતી. રાયસાહેબ ગાંધીજીના જીવન
આદેશથી બહુ પ્રભાવિત હતા. તેમની પાસે લાખો રૂપિયાની કિંમતનો પુસ્તકભંડાર
પણ હતો. કેવળ કલા અને સાહિત્યના જ નહીં. પરંતુ પાકશાસ્ત્ર જેવી કળાના એ સૂક્ષ્મ પારખુ
હતા. કૃષ્ણદાસજીએ દેશના ચિત્રોનો સંગ્રહ કરવા માંડ્યો. સિક્કાઓ અને મુદ્રાઓનો પણ
સંગ્રહ કર્યો. આ બધો મૂલ્યવાન ખજાનો ભારત કલા પરિષદને અર્પણ
કરી દીધો છે જે પાછળથી ‘ભારત કલા ભવન’ તરીકે ઓળખાયું. કૃષ્ણદાસજીની
સાહિત્ય અને કલાની સેવાની કદરરૂપે ભારત સરકારે એમને પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી
એમનું સન્માન કર્યુ હતું. તા. ૨૦-૦૭-૧૯૮૦ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment