v
બીજા શું કરે છે તેની સામુ ન જોતા મારી શી ફરજ છે તે
વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે.
v
કાચ, મન અને મોતી તૂટયા પછી સંધાતા નથી.
v
નાની બાબતોનો ખ્યાલ રાખો. નાની એવી તિરાડને
લીધે મોટા બંધનો તૂટી જાય છે.
v
પડોશીની સો ભૂલ સુધારવા કરતા પોતાની એક ભૂલ સુધારવી એ
સર્વશ્રેષ્ઠ છે.
v
કોઇને મિત્ર ન બનવો તો કંઇ જ નહિ,
પણ દુશ્મન તો ન જ બનાવો.
v
પારકા માટે પગથિયું ન બની શકો તો કાંઇ જ નહિ ખાડો તો ન જ
બનો.
v
સાપને દાંતમાં, માખીને માથામાં અને વીછીં ને પૂછડામાં ઝેર
હોય છે પરંતુ દુર્જન લોકોને અંગે અંગમાં ઝેર હોય છે.
v
તમે બીજા તરફ કાદવ ઊછાળશો તો તે કાદવ બીજાને ગંદા કરશે કે ન
કરે, પણ તમારા હાથ તો ગંદા કરશે જ.
v
સમયનો સદઉપયોગ કરવા માટે આપણે દરરોજ એવી રીતે જીવવું જોઇએ કે જાણે એ દરેક દિવસ આપણા
જીવનનો આખરી દિવસ હોય.
v
સાદગી એ જીવનની એક એવી વિદ્યા છે જે મનુષ્યની કીર્તિ વધારે
છે.
v
પથ્થર જેવા ન બનો, નહિ તો ડૂબી જશો. પીંછા જેવા બનો તો
તુફાનામાં પણ તરતા રહેશો.
v
ઇમારત ચણાવો તો જો જો કે જમીન કેવી છે. મિત્રતા બાંધો તો જો
જો કે સ્વભાવ કેવો છે.
v
બુદ્ધિ છે બાપા જેવી એને કમાઉ દીકરો જ ગમે છે. જ્યારે હ્યદય
છે માં જેવું એને કમજોર દીકરોય ગમે છે.
v
સમર્પણ છે લાકડા જેવું, એને કોઇ ડૂબાડી
શકતું નથી, જ્યારે અહંકાર છે પથ્થર જેવો એને કોઇ તારી શકતુ
નથી.
v
થોડું વાંચવુ અને વધું વિચારવુ,
થોડું બોલવું અને વધુ સાંભળવુ એ જ બુદ્ધિમાન થવાનો ઉપાય છે.
v
જે તમારી પાસે છે તે આપો અને જે તમારી પાસે નથી તે મેળવવાનો
પ્રયત્ન કરો આજ જીવનની સુંદર પ્રક્રિયા છે.
v
અવસરને અનુરૂપ વાત કરવી, સામર્થ્યને અનુકૂળ
સાહસ કરવું અને શક્તિને અનુરૂપ ક્રોધ કરવો.
v
જીવન એક મુસાફરી છે એ મુસાફરીનો ક્યારે અંત આવી જાય એની ખબર
આપણને હોતી નથી. માટે એ મુસાફરીને સમજી વિચારીને સફળ બનાવવા પ્રયાસ કરવો જોઇએ.
v
બીજા માણસના હ્રદય જીતી લેનાર માણસ ભાગ્યશાળી ગણાય છે. પરંતુ
જેણે પોતાની જાતને જીતી લીધી છે તેના જેવો બીજો કોઇ ભાગ્યશાળી નથી.
v
બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે,
એથી વિશેષ એ ઊભી કરે છે.
v
દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે આપણે જેવા
બહારથી દેખાવા ઇચ્છીએ છીએ તેવા અંદરથી પણ બનીએ.
v
ચાર વસ્તુઓથી મનુષ્યની ઇચ્છા પૂર્ણ થઇ જાય છે. ઉતમ માણસોના
સંગમાં રહેવાથી, સજ્જનોની સલાહ લેવાથી, દૂષ્ટ વ્યક્તિઓથી
દૂર રહેવાથી અને ફકીરો સાથે મિત્રભાવ રાખવાથી.
No comments:
Post a Comment