Friday, 5 July 2013

૫ મી જુલાઇ

ટોમસ સ્ટેમ્ફર્ડ

                 સિંગાપોરના આદ્યસ્થાપક અને કૃતનિશ્ચયી ટોમસ સ્ટેમ્ફર્ડનો જન્મ ઇ. ૧૭૮૧ની ૫મી જૂલાઇ અને અવસાન ઇ. ૧૮૨૬ની જૂલાઇની પાંચમી તારીખે થયું હતું. ચૌદ વર્ષની વયે તે ઇસ્ટ ઇંડિયા કંપનીની લંડનની મધ્યસ્થ કચેરીમાં કારકુન બન્યા. જાવાના ગવર્નર બન્યા પછી ત્યાંના સમાજજીવનમાં ઘણા પ્રગતિગામી સુધારા પણ કર્યાં. ડચ લોકોને પછાડે આપવા કંપનીના નિર્ણયની ઉપરવટ જઇને પણ એમણે જોહોરના સુલતાન પાસેથી સિંગાપોરનો એ વખતનો કંગાળ ટાપુ ખરીદી લીધો. સિંગાપોરનો લગભગ સમસ્ત વિકાસ એમના જ પુરુષાર્થ અને વહીવટને આભારી છે

No comments: