Tuesday, 2 July 2013

૨ જી જુલાઇ

ડૉ. સેમ્યુઅલ હાનેમાન

                     હોમિયોપથી ઉપચાર પદ્ધતિના શોધક ડૉ. સેમ્યુઅલ હાનેમાનનો જન્મ ઇ. ૧૭૫૫માં જર્મનીમાં થયો હતો. શરૂઆતથી જ ફ્રેંચ, અંગ્રેજી, લેટિન, ગ્રીક અને હિબ્રૂ ભાષાઓ શીખી લીધા પછી વૈદકનો અભ્યાસ કરવા યુરોપ જઇ એમ. ડી. થયા. દેશમાં આવી એમણે અનેક હૉસ્પિટલોના સર્જન તરીકે કામ કર્યું. રસાયણશાસ્ત્ર, ખનીજશાસ્ત્ર, વનસ્પતિવિધા વિષે સાહિત્ય પ્રકાશિત કર્યું. ઝેરનું મારણ ઝેર છે એ સિદ્ધાંત પર પ્રયોગો કરીને એણે હોમિયોપથીની પદ્ધતિ શોધી. પોતાની પર ૯૯ દવાઓના પ્રયોગો કરીને તેણે દસ મહાગ્રંથો પ્રગટ કર્યાં. ઉપરાંત ૭૦ જેટલા મૌલિક ગ્રંથો અને ૨૪ ભાષાંતરો પણ કરેલા. તા. ૦૨-૦૭-૧૮૫૩ ના રોજ એ મહાન વૈદક વિભૂતિનું દેહાવસાન થયું

No comments: