જિન જોક્સ રૂસો
શિક્ષણક્ષેત્રે પ્રકૃતિવાદી વિચારસરણીને
ક્ષમતાપૂર્વક અપનાવવાનું શ્રેય જેને ફાળે જાય છે તે શ્રી જિન જેક્સ રૂસોનો જન્મ ફ્રાંસમાં ઇ. સ. ૧૭૨૧માં થયેલો. તેમણે એક તરફ
બાળકેન્દ્રી શિક્ષણની શરૂઆત કરી તો બીજી તરફ પોતાના સમયનાં સામાજિક દમન માટે
સંસ્કૃતિની વિકૃતિને જવાબદાર લેખીને પોતાના ‘સામાજિક કરાર’ પુસ્તક દ્રારા
લોકજાગૃતિનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. ઉપરાંત તેમની શૈક્ષણિક કાલ્પનિક કથા ‘એમિલ’ પુસ્તકે
તો વિશ્વભરના કેળવણીકારોને શિક્ષણની નૂતન દષ્ટી પ્રદાન કરી. શિક્ષણની ફિલસૂફીના
ઇતિહાસમાં રૂસોનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. રૂસોએ પ્રતિપાદિત કર્યું કે શિક્ષણમાં
કેન્દ્રસ્થાને શિક્ષણ નહીં પરંતુ બાળક હોવો જઇએ અને શાળામાં બાળકની સ્વભાવગત
વૃતિઓને, તેનાગમા-અણગમાને પણ પ્રાધાન્ય આપવું જોઇએ.૬૬ વર્ષનું આયુ
ભોગવી તા. ૦૩-૦૭-૧૭૭૮ના રોજ અવસાન પામ્યા.
હંસાબહેન મહેતા
ભારતની યુનિ. માં સૌ
પ્રથમ મહિલા ઉપકુલપતિ થવાના માન મેળવનાર શ્રીમતી હંસાબહેન મહેતાનો જન્મ તા.
૦૩-૦૭-૧૮૯૭ ના રોજ સુરત મુકામે થયો હતો.
હંસાબહેને ૧૯૧૩માં
મેટ્રિકની પરીક્ષા વિશેષ યોગ્યતાથી પસાર કરતાં તેમને ‘ચેટફિલ્ડ
પુરસ્કાર’ તથા અન્ય ઇનામો મળ્યાં હતા. ફિલોસોફી વિષય સાથે વડોદરાની
કૉલેજમાં ભણી સ્નાતક થયા. પત્રકારત્વના અભ્યાસ માટે તેઓ ૧૯૧૯માં ઇંગ્લેન્ડ ગયાં, ત્યાં સરોજિની નાયડુ સાથે તેમની મુલાકાત થઇ હતી.ત્યાંથી અમેરિકા અને
જાપાન થઇ ભારત આવ્યા. ત્યારબાદ ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા.
મુંબઇ રહી તેમણે ‘ભગિની
સમાજ’ તથા ‘નેશનલ કાઉન્સિલ ફોર વિમેન’ સંસ્થામાં મંત્રી તરીકે રહી સમાજસેવાનાં કાર્યો કર્યા. ૧૯૩૦માં
દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. ૧૯૪૬માં તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ. નાં
ઉપકુલપતિ બન્યા. આમ તેઓ યુનિ. ના ઉપકુલપતિ બનનાર પ્રથમ મહિલા હતા.
No comments:
Post a Comment