ડૉ. વિલિયમ લોરેન્સ બ્રેગ
વિખ્યાત
ભૌતિકશાસ્ત્રી ડૉ. વિલિયમ લોરેન્સ
બ્રેગનો જન્મ તા.-૨૯/૦૩/૧૮૯૦ ના રોજ
ઑસ્ટ્રેલિયામાં થયો હતો. પ્રારંભિક અભ્યાસ
પૂર્ણ કરી ‘એડીલેક વિશ્વ
વિદ્યાલય’ માંથી ગણિત
શાસ્ત્રીની ઑનર્સની ઉપાધિ મેળવી હતી. તેમણે પોતાના
પિતાશ્રી સાથે સંશોધન ક્ષેત્રે ઝંપલાવ્યું અને ત્રણ વર્ષમાં પિતા-પુત્રે જે સંયુક્ત પુરુષાર્થ કર્યો તે બદલ
નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે પ્રાપ્ત થયું હતું. તેમનો પ્રિય વિષય હતો ક્ષ-કિરણોની મદદ વડે અણુઓની રચનાનું અધ્યયન કરવું. યુરોપીય
યુનિવર્સિટીઓએ ‘ડોક્ટરેટ’ની માનદ પદવીઓ આપી તેમનું
બહુમાન કરેલું. ડૉ.વિલિયમ બ્રેગ ૮૧ વર્ષની વયે ઇ.સ. ૧૯૭૧ માં અવસાન પામ્યા.
No comments:
Post a Comment