સયાજીરાવ ગાયકવાડ
લોકપ્રિય રાજવી સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)નો જન્મ તા.૧૧/૦૩/૧૮૬૩ માં મહારાષ્ટ્રના એક એક નાનકડા ગામમાં થયો હતો. ૧૮ વર્ષની
ઉંમરે તેઓ અંગ્રેજી બોલતા અને વાંચતા થયા હતા.. તેમને વડોદરા રાજ્યની સર્વ સત્તા સોંપવામાં
આવી. કલ્પનાશીલ દીર્ઘદ્દ્ષ્ટિ રાજવી સયાજીરાવે વડોદરાને સુવિકસિત અને શોભતું નગર બનાવ્યું.
પ્રજાવત્સલ રાજવી બનીને જેમણે હિંદુસ્તાનમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ
દાખલ કર્યું. એ સમયમાં ક્રાંતિકારી એવા સમાજસુધારણાના અનેક કાયદા કર્યા.સંસ્કૃત અને
હિન્દી પ્રચાર-પ્રસાર માટે એમણે વ્યાપક પ્રયત્નો કર્યા.ઇ.સ.૧૯૩૯ માં મુંબઇ ખાતે તેમનું
અવસાન થયું.
No comments:
Post a Comment