Thursday, 14 March 2013

ઉખાણાં


૧૧.ઊંચો ને અલબેલડો,કાંટાળા ફળ થાય
   સગી બૈરીનો બેટડો,જે કીધા વિના ઘેર જાય
એરંડો
૧૨.હું જાતો હતો સારે કામે,ભૂડી રાંડે ભાળ્યો,
   ઉપર દેવતા નીચે પાણી,વચ્ચે કૂટી બાળ્યો.
તમાકુ
૧૩.એક નર નરને ગળ્યો,તેથી શોભે તન,
   એ ઉત્તમ જન ગણો,સમજો તમે સજ્જન
ડગલો
૧૪.જીવતી જોને ઉજળી,મુખ નાસિકાને નેણ,
   અન્ન, ઉદર નિદ્રા નહિ,વદે નવ વેણ
કાંચળી
૧૩.એક જનાવર લાડકો મહી માંસ અને હાડકાં
    જીવે ત્યાં સુધી બોલે નહિ મુઆ પછી બોલે સહી
શંખ
૧૪.કાળો છે પણ કાગ નહિ,લાંબો છે પણ નહિ નાગ
    તેલ ચઢે હનુમાન નહિ,ફૂલ ચઢે મહાદેવ નહિ
ચોટલો
૧૫.છ પગારોચીતુરો ઉભી બજારે જાય
    રાજા પૂછે રાણીને કયું જનાવર જાય
જૂ
૧૬.પથ્થર મટી થઇ પ્રેમદા,ભોજન કરતી જાય
    અર્ધ અંગ ફરે ફૂંદડી,તેનું એંઠુ સૌ જન ખાય
ઘંટી
૧૭.નારી પણ નિર્બળ નહિ.કાળી પણ નહિ કોયલ
    વસે દરે પણ સાપણ નહિ એનો બોલ ઉત્તમ
તલવાર
૧૮.હતી ત્યારે હું હતી,માર ખાધો પણ મેં
    પરણ્યા પછી મારે,તો મરદ વખાણું યને
ઘડો
૧૯.માથા કેરો ગોફાણો,રામે કરૂ ભરથાર
    દહાડે કરૂ દીકરો રાતે કરૂ ભરથાર
સાડલો
૨૦.પિયુ જજો પરદેશ ને લાવજો હળદર હીંગ
    એક જ ચીજ એવી લાવજો જેને માથે ચાર શીંગ
લવિંગ
૨૧.નવ ગ્રહમાં જે મુખ્ય છેતેનો ઉદય હોય
    તેના નામે નામ છે,તે  મુજ સાથે જાય
ચાંદલો

No comments: