શ્રીમતિ અને
બસેન્ટ
સેવાભાવી અંગ્રેજ
મહિલા શ્રીમતિ અને બસેન્ટનો જન્મ લંડનમાં થયો હતો.નેશનલ સેક્યુલર
સોસાયટીમાં જોડાઇ ૧૦ વર્ષ સુધી અથાકપ્રય્તો કરી અને વ્યાખ્યાયનો તથા કલમ વડે
ધાર્મિકપાખંદો સામે સંગ્રામ આદર્યો. ૧૦૦ જેટલા પુસ્તકો ઉપરાંત વૈવિધ્યપૂર્ણ સાહિત્ય
સર્જન તેમના દ્વ્રારા થયું. બનારસ જઇ ‘શાંતિકુંજ’ નામે તપોવન
બનાવી હિંદુ,મુસ્લિમ,જૈન,બૌદ્ધ વગેરે ધર્મોનો અભ્યાસ કરી એમાંથી એકતાનુંઅમૃત સારવીને ભારતની સંસ્કૃતિ
સેવાની પ્રવૃતિ ઉપાડી. તેમણે ‘હોમરૂલ’નો મંત્ર
ભારતીય જનતાને આપ્યો.અંગ્રેજ સરકારે તેમને નજરકેદ કર્યા.
ત્રણ માસ પછી તેઓ છૂટી ગયા ત્યારે પ્રચંડ બહુમતિથી તેમને કલકત્તા કૉંગ્રેસના
પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. તા-૧૩/૦૩/૧૯૩૩ ના રોજ એમનો જીવનદીપ બુઝાયો ત્યારે
૪૨ દેશના પ્રતિનિધિઓ પોતાના ધ્વજ સાથે સ્મશાનમાં સાથે ચાલ્યા હતા.
No comments:
Post a Comment