મોંઘેરા મહેમાનો તમે આજ આવો રે,
લાખેણા મહેમાનો તમે આજ આવો રે,
આજે ઉમંગથી સામૈયા કરાવીએ. મોંઘેરા
મહેમાનો…
શીતળ ચંદનના અમે ચાંદલા કરાવીએ,
ઓવારણા લઈને મો મીઠું કરાવીએ. મોંઘેરા
મહેમાનો…
આંગણામાં પગલાં પાડો ફૂલો બીછાવીએ,
સરયૂના જળથી અમે ચરણ પખાળીએ. મોંઘેરા
મહેમાનો…
સાચા મોતીનાં અમે આસન પથરાવીએ,
મખમલી ભાતનાં ઉપર તકિયા મૂકાવીએ. મોંઘેરા
મહેમાનો…
ગુલાબનો ગુચ્છ દઈ હાથ મિલાવીએ,
એકબીજાને નમન કરી સ્મિત રેલાવીએ. મોંઘેરા
મહેમાનો…
તમારું સ્વાગત કરવા સૂર રેલાવીએ,
ભૂલોનાં એવા પ્રેમનાં પૂર વહાવીએ. મોંઘેરા
મહેમાનો…
No comments:
Post a Comment